• Gujarati News
  • ક્રાઈસ્ટ કોલેજના પ્રોફેસર પીએચડી થયા

ક્રાઈસ્ટ કોલેજના પ્રોફેસર પીએચડી થયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈસ્ટ કોલેજના પ્રોફેસર પીએચડી થયા
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
ક્રાઈસ્ટ કોલેજ રાજકોટના સિનિયર આસિસ્ટન્ટ પ્રોફેસર પરેશભાઈ બલવંતરાય જોશી સ્ટ્રેટેજીસ ફોર રિડયુસીંગ એમટીઆઈ ઈન ગુજરાતી લર્ન‌ર્સ ઓફ ઈંગ્લીશ ફોર અટેઈનિંગ ઈન્ટરનેશનલ ઈન્ટેલીજીબીલીટી વિષયમાં પીએચડી થયા છે. જેમાં તેમને ડો. કે.એમ. મહેતાનું સતત માર્ગદર્શન પ્રાપ્ત
થયું હતું.
એમટીઆઈ એટલે કે મધર ટંગ ઈન્ટરફીયરન્સ એવો અર્થ થાય છે. વિશ્વના દરેક દેશોમાં અંગ્રેજી ભાષા બોલાય છે પરંતુ તે દરેક દેશોમાં તેમના ઉચ્ચારણમાં તેમની માતૃભાષાની અસર જોવા મળે છે. જે ઉચ્ચારણોને સરળ બનાવવા માટે પરેશભાઈએ રિસર્ચ કર્યું છે.