• Gujarati News
  • મનમોહન સૌથી શક્તિશાળી શીખ

મનમોહન સૌથી શક્તિશાળી શીખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. લંડન
વડાપ્રધાન મનમોહનસિંઘને વિશ્વના સૌથી શક્તિશાળી, વગદાર અને સમકાલીન શીખની યાદીમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. શીખ ડિરેક્ટરી દ્વારા શીખ ૧૦૦’ની સૌપ્રથમ વાર્ષિ‌ક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ડો. સિંઘને ટોચનું સ્થાન અપાયું છે. વડાપ્રધાન ડો. સિંઘના
પત્ની ગુરશરણ કૌર યાદીમાં ૧૩મા ક્રમ પર છે. આ યાદીમાં ક્રિકેટર હરભજનસિંઘ ૨૮મા ક્રમે અને ફ્લાઈંગ શીખ તરીખે ઓળખાતા મિલ્ખાસિંઘ ૭૧મા ક્રમે છે.
યાદીમાં ડો. સિંઘ વિશે કરાયેલી નોંધ મુજબ ૮૧ વર્ષીય મનમોહનસિંઘ વિચારશીલ અને વિદ્વાન
તરીકે અત્યંત આદરણીય છે. નિષ્ઠાપૂર્વકની કામગીરી અને કાર્ય પ્રત્યે એકેડેમિક અભિગમ તથા મિલનસાર સ્વભાવ અને સાદગીપૂર્ણ વર્તન બદલ ડો. સિંઘ આદરને પાત્ર છે.’ આયોજન પંચના નાયબ અધ્યક્ષ ૬૯ વર્ષીય મોન્ટેકસિંઘ
આહલુવાલિયા આ યાદીમાં બીજા ક્રમ પર છે. યાદી શનિવારે રાત્રે પ્રસિદ્ધ કરવામાં આવી.
શીખ સમુદાયની સર્વોચ્ચ ધાર્મિ‌ક સંસ્થા અમૃતસર સ્થિત શ્રી અકાલ તખ્ત સાહિ‌બના વર્તમાન ધાર્મિ‌ક વડા જથેદાર સિંઘ સાહિ‌બ જ્ઞાની ગુરબચન સિંઘ યાદીમાં ત્રીજા ક્રમ પર છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંઘ બાદલ યાદીમાં ચોથા ક્રમ પર છે.
માસ્ટરકા‌ર્ડ‌ વલ્‌ર્ડ‌વાઈડ((યુએસએ))ના પ્રેસિડેન્ટ અને સીઈઓ અજયપાલસિંઘ બંગા યાદીમાં આઠમા ક્રમે તથા બ્રિટનની રોયલ કો‌ર્ટ્સ ઓફ જસ્ટિસના હાઈકો‌ર્ટ જજ રબિન્દરસિંઘ નવમા ક્રમે છે.
મનમોહનને ચોગમમાં હાજર ન રહેવા બદલ ખેદ
નવી દિલ્હી. વડાપ્રધાન મનમોહનસિંઘે ૧પ નવેમ્બરથી શરૂ થઈ રહેલી ચોગમ((કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ્સ))ની બેઠકમાં હાજર ન રહી શકવા બદલ ખેદ વ્યક્ત કરતો પત્ર શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિ‌ન્દા રાજપક્ષેને લખ્યો છે. તમિલનાડુના રાજકીય પક્ષો અને કોંગ્રેસના કેટલાક વર્તુળો દ્વારા વિરોધને પગલે ડો. સિંઘે ચોગમમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો હોવાનું મનાય છે.