• Gujarati News
  • વ્યવસાયમાં સફળતા માટે રચનાત્મક્તાની મદદ લો

વ્યવસાયમાં સફળતા માટે રચનાત્મક્તાની મદદ લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થમ કહાની : સર, શું તમે તમારું બ્લડ સુગર ચેક કરાવવા માગો છો? સાથે જ બ્લડપ્રેશર પણ? તે પણ તદ્દન મફતમાં! આ પ્રકારનો સવાલ તમે કોઈ હોસ્પિટલમાં સાંભળશો તો લાગશે કે આ કોઈ માર્કેટિંગનો ફંડા છે, પરંતુ આ પ્રકારનો જ સવાલ જો તમારી નજીકની મેડિકલની દુકાનમાં સાંભળવા મળે તો? તમે જરૂર આશ્ચર્યચકિત તેને જોતા રહેશો. હવે આ જ દુકાનવાળો સમયાંતરે તમને ફોન કરીને યાદ અપાવે કે તમારી દવાઓનો ડોઝ ક્યારે પૂરો થવાનો છો? બીજી વખત ક્યારે ખરીદવાની છે? ડોક્ટર સાથે તમારી એપોઈન્ટમેન્ટ ક્યારની છે? તો તો તમે ખુશીથી નાચવા લાગશો. તમને લાગશે કે કોઈ એક વ્યક્તિ તો છે જે આવી નાની-નાની વાતોની ચિંતા કરી રહી છે. ચિંતા ન કરો, હવે આ પ્રકારની વ્યવસ્થા થઈ ચૂકી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે ((એઆઈઓસીટી)) દવાની દુકાનનું એક નવું મોડલ તૈયાર કર્યું છે. દવાના છૂટક વેચાણની આ યોજનામાં આવી અનેક જોગવાઈઓ છે, જે લોકોને ચોંકાવી દેશે, સાથે જ ફાર્મા ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો કરાવશે. મહારાષ્ટ્રમાં આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો છે. આવતા વર્ષે તેને રાજસ્થાનમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. હકીકતમાં, ભારતના દવાબજારમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ રસ દાખવી રહી છે. કેમ કે આ લગભગ પ૦ હજાર કરોડનું બજાર છે. આ યોજનાની અસર આગામી સમયમાં છૂટક અને હોલસેલ વિક્રેતાઓ પર જરૂર પડશે. એટલે કે હવે તમને ગુસ્સાવાળા દવાની દુકાનવાળાને જોવાની જરૂર નહીં પડે.
બીજી કહાની : રોટલી બનાવવી કેટલું થકવી નાખનારું કામ છે એ તમે ઘરની મહિ‌લાઓને પૂછી શકો છો. પહેલા લોટ બાંધો, પછી તેની લોઈ લો, વણો અને પછી શેકો. જોકે હવે આ કામ એકદમ સરળ થવાનું છે. પ્રોડક્ટ ડિઝાઈનર પ્રણોતી નાગરકરે રોટલી બનાવવાનું મશીન બનાવ્યું છે. તેનું નામ છે - રોટીમેટિક. આ મશીનનો તેણે યુ ટયૂબ પર વીડિયો મુક્યો છે. તેને મળી રહેલી હિ‌ટ્સ જોતાં લાગે છેકે પ્રણોતીના ખાતામાં ધનવર્ષા થવાની છે. રોટીમેટિકમાં લોટ અને પાણી નાખવાના બે અલગ-અલગ ખાનાં છે. ચોક્કસ પ્રમાણમાં લોટ અને પાણી નાખી દીધા બાદ બાકીનું કામ એ ખુદ કરે છે. તે પણ માત્ર એક મિનિટમાં. એક વખતમાં ૨૦ જેટલી રોટલી તૈયાર થાય છે. તેને ડિસેમ્બરમાં સિંગાપોરમાં લોન્ચ કરાશે.
ફંડા એ છે કે, જો તમે વ્યવસાયમાં ઝડપી પ્રગતિ કરવા માગો છો તો રચનાત્મક્તાની મદદ લો. જો કોઈ આઈડિયા આવે તેને ઝડપથી લાગુ કરો. સ્પર્ધાના બજારમાં ટકી રહેવાનો આ એક જ માર્ગ છે.