• Gujarati News
  • શિવા સોલંકીના રાજકોટના આશ્રયસ્થાનની તપાસ કરો

શિવા સોલંકીના રાજકોટના આશ્રયસ્થાનની તપાસ કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીખાભાઇએ જણાવ્યું હતું કે, હત્યાના બનાવ બાદ શિવો સોલંકી રાજકોટમાં રોકાયો હતો. તેની ધરપકડ થઇ ત્યારે તેની પાસે ખિસ્સામાં એક પણ પૈસો, મોબાઇલ ફોન કે એ. ટી. એમ. કા‌ર્ડ‌ નહોતું મળ્યું. જો તેની પાસે એક પણ પૈસો ન હોય તો તે રાજકોટ પહોંચ્યો કઇ રીતે ? ત્યાં કોને ત્યાં રોકાયો ? કોણે તેને આશરો આપ્યો ? અને કોણે તેની મુંબઇ સુધીની વિમાનની ટિકિટ કઢાવી આપી તે મુદ્દાઓ તપાસવા જોઇએ. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, ગુજરાત પોલીસે એ અતિ મહત્ત્વના મુદ્દે કાં તો તપાસ કરી નથી, અથવા તો ખોટી તપાસ કરી છે, અથવા તો એ તપાસમાંથી બહાર આવેલી વિગતો બદઇરાદે છૂપાવી છે. એ મુદ્દે પણ તેમણે સી.બી.આઇ.ની તપાસનીશ ટીમને રજૂઆત કરી છે.