• Gujarati News
  • યુ.એસ. પિત્ઝાના સંચાલક સામે ફોજદારી

યુ.એસ. પિત્ઝાના સંચાલક સામે ફોજદારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુ.એસ. પિત્ઝાના સંચાલક સામે ફોજદારી
જામનગર શહેરના પી.એન. માર્ગ પર પટેલ કોલોની સામે આવેલા યુ.એસ. પીઝા રેસ્ટોરન્ટમાં એસઓજી પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી. જેમાં સુરક્ષા હેતુ સંચાલક દ્વારા સીસી ટીવી કેમેરા નહીં લગાવાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી એસઓજીના અશોકભાઇ કલ્યાણીએ રેસ્ટોરન્ટ સંચાલક ભલારામ લાખારામ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.