• Gujarati News
  • કુવાડવા નજીક અકસ્માતમાં અમદાવાદના પ્રૌઢનું મોત

કુવાડવા નજીક અકસ્માતમાં અમદાવાદના પ્રૌઢનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુવાડવા નજીક અકસ્માતમાં અમદાવાદના પ્રૌઢનું મોત
રાજકોટ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા કિરીટભાઇ શિવકુમાર પંડીત ((ઉ.વ.૬૨)) સુરાપુરાના પ્રસંગે દર્શને જાળિયા ગામે જવા ગત તા.૭ના નીકળ્યા હતા. અને કુવાડવાથી કિરીટભાઇ અને અન્ય ચાર લોકો છકડો રિક્ષામાં બેઠા હતા. રિક્ષા કુવાડવા નજીક જાળિયા ગામના રોડ પર પલટી ખાઇ જતાં ગંભીર
રીતે ઘવાયેલા કિરીટભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.