• Gujarati News
  • આ રીતે થઇ હતી નેત્રયજ્ઞની શરૂઆત

આ રીતે થઇ હતી નેત્રયજ્ઞની શરૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ રીતે થઇ હતી નેત્રયજ્ઞની શરૂઆત
પૂ. સદ્દગુરુદેવ રણછોડદાસજી બાપુ એક વખત મુંબઇમાં ચાલીને જતા હતા ત્યારે એક વૃધ્ધ ચાલતા-ચાલતા થાંભલા સાથે અથડાયા. પૂ. બાપુએ પૃચ્છા કરી ત્યારે એ વૃધ્ધે જણાવ્યું કે, મારી આંખમાં મોતિયો આવે છે, મને દેખાતું નથી, હું પૈસાપાત્ર નથી કે તેનો ઇલાજ કરાવી શકું.’’ એમની આ વ્યથા સાંભળી કરુણાના સાગર સમા પૂ. રણછોડદાસ બાપુ દ્રવી ગયા અને ત્યારથી તેમણે નેત્રયજ્ઞ’ ના નામે છેક છેવાડાના ગરીબ, આદિવાસી અને પછાત વિસ્તારોમાં સેવાયજ્ઞો શરૂ કર્યા. પૂ. બાપુએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, મુજે ભૂલ જાના, પર નેત્રયજ્ઞ કો કભી નહીં ભૂલના...’’