• Gujarati News
  • કોંગ્રેસ કામ કરે છે, ભાજપ માત્ર વાયદા કરે છે: સોનિયા

કોંગ્રેસ કામ કરે છે, ભાજપ માત્ર વાયદા કરે છે: સોનિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. કોંડાગાંવ ((છત્તીસગઢ))
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુરુવારે જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પાયાનો ફરક છે. કોંગ્રેસ કામ કરે છે જ્યારે ભાજપ માત્ર વાયદા કરે છે. ચૂંટણી રેલીમાં તેમણે જણાવ્યું છત્તીસગઢમાં ભાજપના સુશાસનના દાવાની હકીકત કંઇક જુદી છે. અહીં ગરીબી વધી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું પાણી, વીજળી અને સડક જેવી પાયાની સુવિધાઓની ખરાબ સ્થિતિ છે. કેન્દ્રે પૂરતી મદદ કરી હોવા છતાં નક્સલવાદી હિંસામાં વધારો થયો છે. વિકાસની પણ એ જ સ્થિતિ છે. ગ્રામીણ સડકો માટે કેન્દ્ર સરકારે પુષ્કળ નાણાં આપ્યાં છે પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં સડકોનું નામ જ નથી.’ ... અનુસંધાન પાના નં. ૯


સોનિયા ગાંધીએ જણાવ્યું કે લોકો પોતાના ઘરની આસપાસ કામ મેળવી શકે તેના માટે યુપીએ સરકારે મનરેગા હેઠળ ૧૦૦ દિવસના રોજગારની ગેરન્ટી આપી છે પરંતુ આ પ્રયાસો કરાયા હોવા છતાં અહીંના લોકો હિ‌જરત કરવા માટે મજબૂર છે. વન અધિકાર કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં અહીં આદિવાસીઓને પટ્ટા મળી શક્યા નથી.’
રાજ્ય સરકારના મગરનાં આંસુ

સોનિયા ગાંધીએ જણાવ્યું મે મહિ‌નામાં ઝીરમ ઘાટીમાં કોંગ્રેસના સાથીઓને બલિદાન આપવું પડયું. આજે તેમની ખોટ બધા અનુભવે છે. આ મામલામાં રાજ્ય સરકારને પોતાની નિષ્ફળતા સ્વીકારવી પડી પરંતુ મગરનાં આંસુથી શું ફાયદો.
સરકાર બનવાની સ્થિતિમાં સોનિયાનાં વચનો
વનોપજની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે.
ભૂમિ સંપાદન કાયદામાં પુનર્વસનની ગેરન્ટી હશે.
કરદાતાઓ સિવાય બધાને ૩પ કિલો ચોખા મફત.
બેરોજગારી ભથ્થામાં વધારો.
નક્સલવાદી હિંસા પીડિતોના પુન:વસનની ખાસ યોજના.