• Gujarati News
  • મેડમ કોલસા અને ટુજી કાંડ અંગે તો કાંઈ બોલો: મોદી

મેડમ કોલસા અને ટુજી કાંડ અંગે તો કાંઈ બોલો: મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. જગદલુપર / કાંકેર
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે, મેડમ કોલસા અને ટુજી કૌભાંડ અંગે પણ કંઇક બોલે. મોદીએ ગુરુવારે છત્તીસગઢના જગદલપુર, કાંકેર અને ડોંગરગઢમાં રેલી સંબોધી હતી. તે અગાઉ સોનિયા ગાંધીએ કોંડાગાંવમાં જનસભા કરી હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કહેતી નથી પણ કરી બતાવે છે. સામે પક્ષે, મોદીએ સોનિયા ગાંધીને મેડમ’ કહીને તેનો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે તમે સાચું કહો છો મેડમ’ તમે કાંઇ પણ કહ્યા વગર બધું જ કરો છો. તમે((કોંગ્રેસ સરકાર)) કોલસા કૌભાંડ
... અનુસંધાન પાના નં. ૯


પણ કશું કહ્યા વગર જ કરી નાંખ્યું. ટુજી કૌભાંડમાં પણ તમે કહ્યા વગર કરી નાંખ્યું. જમીનની નીચે, જમીન પર અને આકાશમાં કૌભાંડ કર્યા. પણ, કશું કહ્યું નહીં. આ પ્રશ્નોના જવાબ આપો.
મોદીએ વધુમાં જણાવ્યું કે પણ, મેડમ તમે જે કહો છો તે કરતાં જ નથી. તમે અને તમારી પાર્ટીએ ૨૦૦૯માં લોકસભા ચૂંટણીમાં કહ્યું હતું કે ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડી દઇશું. એક કરોડ રોજગારીનું દર વર્ષે સર્જન કરીશું પણ, આવું કશું જ થયું નથી. લોકો પહેલાં જૂઠાં અને ઠાલાં વચનોમાં ફસાઇ જાય છે પણ, હવે નહિ‌ ફસાય. દેશના યુવાનો હવે ગુમરાહ થાય તેવા નથી.
દરમિયાન ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરુવારે જાહેરસભાને સંબોધતાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધી પર પ્રહાર કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે જ્યારે પટણામાં બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા હતા ત્યારે તે((નીતીશકુમાર))રાજગિરની મહેફિલમાં બેઠા હતા. તેમના નેતાઓ છપ્પન ભોગનો આનંદ માણી રહ્યા હતા.
રમનસિંહનાં વખાણના બહાને નીતીશ પર પ્રહાર
જગદલપુર રેલીમાં મોદીએ છત્તીસગઢના મુખ્યમંત્રી રમનસિંહનાં વખાણના બહારને બિહારના મુખ્યમંત્રી પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ પર નકસલી હુમલો થયો તો તમે મુખ્યમંત્રી રમણસિંહની વિકાસયાત્રા અટકાવી દીધી. પીડિત પરિવારના ઘરે પણ ગયા. બીજી બાજુએ, બિહારના મુખ્યમંત્રીએ શું કર્યું? પટણામાં આટલી મોટી ઘટના બની તો તેઓ((નીતીશકુમાર)) રાજગિરમાં એક મહેફિલ માણી રહ્યા હતા. મુખ્યમંત્રીના ચહેરા પર દુ:ખ નહોતું. તેમના નેતા છપ્પનભોગનો આનંદ માણી રહ્યા હતા.
બહરાઇચમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે આજે મોદીની રેલી
લખનઉ : નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના બહરાઇચમાં શુક્રવારે એક રેલીને સંબોધન કરનારા છે. પટણાની ઘટનાને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહરાઇચ ઉત્તરપ્રદેશમાં નેપાળની સરહદને અડીને આવેલું છે. આ સ્થળને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.