• Gujarati News
  • ભાજપ સ્નેહમિલન સમારોહ યોજશે

ભાજપ સ્નેહમિલન સમારોહ યોજશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ સ્નેહમિલન સમારોહ યોજશે
ગાંધીનગરઆગામી લોકસભા ચૂંટણીના પગલે લોકસંપર્ક વધારવાના ભાગરૂપે ભાજપ દ્વારા રાજ્યના તમામ ૨૬ લોકસભા મત વિસ્તારોમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત કાર્યકરોને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે.ભાજપના પ્રદેશ પ્રવક્તા આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે, લોકસભા બેઠકો પ્રમાણે ૯મી નવેમ્બરથી સતત ચાર દિવસ સુધી સ્નેહમિલન સંમેલન યોજાશે. આ સ્નેહમિલન સંમેલનમાં પ્રદેશ હોદ્દેદારો તેમજ જે તે જિલ્લાના પ્રભારીઓ પણ હાજરી આપશે.