• Gujarati News
  • સંજીવ ભટ્ટની સુરક્ષામાં ફરીથી કાપ મુકાયો

સંજીવ ભટ્ટની સુરક્ષામાં ફરીથી કાપ મુકાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
મોદી સરકાર સામે બાંયો ચડાવનાર સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને વાય’ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હોવા છતાં ગુજરાત સરકારે ફરી એક વાર સંજીવ ભટ્ટ અને તેમના પરિવારની સુરક્ષામાં તહેનાત કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી દીધો છે. જે મુજબ હવે સંજીવ ભટ્ટની સુરક્ષા માટે પાંચ સુરક્ષા કર્મચારીઓને બદલે ફક્ત બે કર્મચારીઓ હાજર રહેશે. જ્યારે વાય’ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવતી હોય છે ત્યારે સ્ટાન્ડ‌ર્ડ‌ પ્રોસીજર પ્રમાણે ૧ ગા‌ર્ડ‌ કમાંડો અને અન્ય ચાર સહિ‌ત પાંચ સુરક્ષા કર્મચારીઓ હોય છે જે ત્રણ શિફ્ટમાં કામ કરતા હોય છે. જેમાં કમ સે કમ બે કર્મચારીઓ જેને સુરક્ષા આપવામાં આવી હોય તેની સાથે રહેતા હોય છે જ્યારે બાકીના કર્મચારીઓ ઘર અને પરિવારની સુરક્ષાની જવાબદારી ઉપાડતા હોય છે. પરંતુ સંજીવ ભટ્ટના કિસ્સામાં ઘટેલા કર્મચારીઓની સંખ્યા જોતા એ શક્ય નથી. દિવ્ય ભાસ્કરે આ અંગે કન્ટ્રોલ રૂમના ડીસીપી એમ. કે. નાયક સાથે વાત કરીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન ન ઉપાડતા વાત થઈ શકી ન હતી.