• Gujarati News
  • આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સોલંકી મુખ્ય સૂત્રધાર હોવાની સીબીઆઈની રજૂઆત

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સોલંકી મુખ્ય સૂત્રધાર હોવાની સીબીઆઈની રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કાવતરામાં સોલંકી મુખ્ય સૂત્રધાર હોવાની સીબીઆઈની રજૂઆત
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં આરોપી અને જૂનાગઢના સાંસદ દીનુ બોઘા સોલંકીને વધુ તપાસ અર્થે ૧૧ નવેમ્બરના બપોરના ત્રણ કલાક સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચજી પંડયાએ હુકમ કર્યો છે. આશરે અઢી કલાક ઉપરાંત ચાલેલી કો‌ર્ટ કાર્યવાહી બાદ કો‌ર્ટે દીનુ સોલંકીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરતા સીબીઆઈની રિમાન્ડ અરજી અંશત: ગ્રાહૃ•| રાખી હતી. કો‌ર્ટે નોંધ્યું કે, કેસના હાલના રેકો‌ર્ડ‌ અને સાંયોગિક પુરાવાઓને ધ્યાને લેતા વધુ તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની જરૂર છે. સીબીઆઈ તરફે એડ્વોકેટ કુમાર રજતે રજૂઆત કરી હતી કે આ કેસમાં સોલંકીની સંડોવણીના પૂરતા પુરાવા સીબીઆઈ પાસે છે પણ દીનુ સોલંકીએ આ ષડ્યંત્ર રચવા માટે વારવાર મોબાઈલ બદલ્યા હતા, જે કબજે લેવાના બાકી છે. આ સિવાય અન્ય અમુક હકીકતો માત્ર તે જ જાણે છે એ અંગે પણ પૂછપરછ માટે રિમાન્ડની જરૂર છે. જોકે આ અરજીનો દીનુ સોલંકી તરફે વિરોધ કરાયો હતો. દીનુ સોલંકીના વકીલ મિતેશ અમીન અને નિરુપમ નાણાવટીએ રજૂઆત કરી હતી કે, દીનુ સોલંકીએ સુપ્રીમ કો‌ર્ટમાં કરેલી અરજી પેન્ડિંગ હોવાથી ત્યાં સુધી કો‌ર્ટે રિમાન્ડ અંગે કોઈ નિર્ણય ન લેતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા જોઈએ આ સાથે એમ પણ રજૂઆત કરાઈ હતી કે, સીબીઆઈ દીનુ સોલંકીને કેસમાં ખોટી રીતે સંડોવીને તેમની રાજકીય કારકિર્દી‍ અને પ્રતિષ્ઠાને ડહોળવાનો પ્રયાસ કરી રહી છે. ... અનુસંધાન પાના નં.૯

રિમાન્ડ અરજીના વિરોધમાં દીનુ સોલંકીના વકીલ મિતેશ અમીન અને નિરુપમ નાણાવટીની રજૂઆતો
૧. હાઈકો‌ર્ટના હુકમની સામે સુપ્રીમ કો‌ર્ટમાં કરેલી અરજી પેન્ડિંગ છે. અને આ જ અરજીની સાથે ધરપકડ ન થાય એવી દાદ માગતી અરજી પણ સુપ્રીમ કો‌ર્ટ સમક્ષ છે. આથી તેમને પોલીસ રિમાન્ડની જગ્યાએ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા જોઈએ
૨. ૨૦-૭-૨૦૧૦ના રોજ અમિત જેઠવાની હત્યાના બનાવ પછી થયેલ ચાર્જશીટ અને ત્યારબાદ થયેલી પુરવણી ચાર્જશીટ દરમિયાન થયેલી તપાસમાં તેમની સઘન પૂછપરછ થયેલી છે અને નિવેદન પણ લેવાયું છે
૩. હાઈકો‌ર્ટે સીબીઆઈ તપાસના આદેશ કર્યા બાદ એક વર્ષ ઉપરાંતથી સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. પ નવેમ્બરે સીબીઆઈએ તેમની સઘન પૂછપરછ બાદ અટકાયત કરી હતી અને ૭૨ કલાકથી વધુના સમયથી તેમની પૂછપરછ કરાઈ હતી
૪. આરોપી નિર્દો‍ષ હોવા છતાં તેમને ગમે તે રીતે આ કેસમાં સંડોવવાની યુક્તિ પ્રયુક્તિ થઇ રહી છે
પ. સીબીઆઈ દીનુ બોઘા સોલંકીની રાજકીય કારકિર્દી‍ અને પ્રતિષ્ઠાને ખરડવાનો કારસો રચી રહી છે. આરોપીને તેના વિરુદ્ધની હકીકતો કે સાક્ષી થવા માટે ફરજ ન પાડી શકાય તેમ છતાં એ જ કારણો આગળ ધરીને રિમાન્ડની માગ કરાઈ છે, જે ગેરકાયદેસર છે.