• Gujarati News
  • ખોડાપીપળ ગામે ૃચ્ ’ગૌશાળાના વહીવટ ૃચ્ ’મુદે યુવાન ઉપર હુમલો

ખોડાપીપળ ગામે ૃચ્/’ગૌશાળાના વહીવટ ૃચ્/’મુદે યુવાન ઉપર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
પડધરીના ખોડાપીપળ ગામે રહેતા ભરતભાઇ સુરેશભાઇ બોરીચા નામના યુવાનને ગામમાં જ રહેતા જગદીશભાઇ દામજીભાઇ, દામજી વાઘજીભાઇ, પરેશ દેવજીભાઇ પીપળિયા, રાજેશ નાથાભાઇ, જયોત્સનાબેન પરેશભાઇ અને જગદીશભાઇની માતાએ લાકડી,સાવરણીથી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
ભરતભાઇએ પોલીસને જણાવ્યા મુજબ પોતે ગામની ગૌશાળાનો વહીવટ ચલાવે છે. આરોપીઓએ તેને આ મુદે જગદીશભાઇના ઘરે બોલાવ્યો હતો અને ગૌશાળાનો વહીવટ તેમને સોંપી દેવા માગણી કરી હતી. ભરતભાઇએ આ ફેંસલો ગ્રામજનો કરી શકે તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ઝઘડો કરીને માર માર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.