તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દરક કાર્યકર્તાના મૃત્યુમાં તપાસની માગ

દરક કાર્યકર્તાના મૃત્યુમાં તપાસની માગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરક કાર્યકર્તાના મૃત્યુમાં તપાસની માગ
અમદાવાદઆરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા સંદર્ભે થયેલી સાંસદ દીનુ બોઘા સોલંકીની ધરપકડ બાદ હવે આરટીઆઈ કાર્યકર્તાઓ અમદાવાદના નદીમ સૈયદ, સુરતના વસરામ ડોડિયાની હત્યા, અને કચ્છના રાપરમાં જબ્બરદાન ગઢવી કરેલા આત્મવિલોપનના કેસોમાં વધુ ઊંડી તપાસ અને કડક કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. સિટિઝન્સ રિસો‌ર્સ એન્ડ એક્સન ઇનિશિએટિવના ભરતસિંહ ઝાલાએ ઉપરોક્ત આરટીઆઈ કાર્યકર્તાઓની હત્યા અને આત્મહત્યાના કિસ્સા તરફ ધ્યાન દોરતા જણાવ્યું છે કે અમિત જેઠવાની હત્યા સત્તા પર બેઠેલા લોકોએ કરેલ છે અને આક્ષેપ કર્યો છે કે આ તમામ હત્યાઓ સરકાર પ્રેરિત હોઈ શકે.