તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બેટ દ્વારકામાં ૃચ્ ’શનિવારથી મોરારિ ૃચ્ ’બાપુની રામકથા

બેટ દ્વારકામાં ૃચ્/’શનિવારથી મોરારિ ૃચ્/’બાપુની રામકથા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર
બેટદ્વારકામાં પ્રખર રામાયણી મોરારિબાપુની રામકથાનું આયોજન થયું છે. બેટદ્વારકામાં દ્વારકાધીશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૯-૧૧ થી ૧૭-૧૧ સુધી દ્વારકાધીશ મંદિર નજીક અને ચોતરફ દરિયાના ઘૂઘવતા નાદ વચ્ચે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના તુલસીપીઠ પર પ્રખર રામાયાણી સંત મોરારીબાપુ બીરાજી પોતાની સંગીતમય અને મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ માટે વિશાળ કથામંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ હજાર જેટલા ભાવિકો કથાનું શ્રવણ કરી શકશે. તદ્દપરાંત મહાપ્રસાદ માટે ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. કથામાં આવતા રામ વિવાહ, રામ વનવાસ, રામ-ભરત મિલન, સિતા હરણ, રામ રાજ્ય અભિષેક સહિ‌તના પ્રસંગો ભાવવાહી શૈલીમાં રસપાન કરાવશે. આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહયા છે.