તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોમોડિટી માર્કેટમાં નવા ૃચ્ ’વર્ષે સારા વેપારની આશા

કોમોડિટી માર્કેટમાં નવા ૃચ્/’વર્ષે સારા વેપારની આશા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેતલ પટેલ. રાજકોટ
આ સિઝનમાં સૌરાષ્ટ્ર સહિ‌ત સમગ્ર ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે કોમોડિટી માર્કેટનું ચિત્ર ઉજળુ બની ગયું છે. વિક્રમ સંવત ૨૦૭૦માં કોમોડિટી માર્કેટમાં ખૂબ સારા કામકાજ થાય તેવો વેપારીઓને આશાવાદ છે. સારા વરસાદને કારણે પાણી પૂરતા હોવાથી ખેડૂતો રવીપાક અને ત્યાર બાદ ઉનાળુ પાક પણ સારો લઇ શકશે. નવા વર્ષમાં મગફળી, કપાસ, તલ, જીરું અને એરંડામાં ધૂમ કામકાજ થશે તેવી વેપારીઓને આશા છે.
સૌરાષ્ટ્ર સહિ‌ત સમગ્ર ગુજરાતમાં ખરીફ મગફળીનો પાક ખૂબ સારો છે તે જોતા નવા વર્ષમાં મગફળી અને સિંગદાણામાં ખૂબ સારા કામકાજ થશે. સરકાર લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. સરકાર દ્વારા કેટલી ખરીદી થશે અને પેમેન્ટ કન્ડિશન શું રહેશે તેના પર ભાવનો આધાર રહેશે. મગફળીના ભાવમાં ઘટાડાની શક્યતા છે. બજારને ટકાવી રાખવા માટે સરકારે ઇમ્પો‌ર્ટેડ ઓઇલ પર ડયૂટી નાખવી અને સ્ટોક મર્યાદા હટાવવી જરૂરી છે. નવા વર્ષમાં સિંગદાણામાં કામકાજ સારા રહેશે તેમ વેપારીઓનું કહેવું છે.
એરંડામાં કેરી ફોરવ‌ર્ડ‌ સ્ટોક ઊંચો રહેશે, પાકનું ચિત્ર ઉજળુ : ગુજરાત, રાજસ્થાન સહિ‌ત સમગ્ર દેશમાં એરંડાના વાવેતર સારા થયા છે. સૌરાષ્ટ્રનો માલ ફેબ્રુઆરીથી એપ્રિલમાં આવશે. દેશમાં પાકનું ચિત્ર ખૂબ ઉજળુ છે. હાલમાં ફોરેનના કામ પણ સારા છે.આ વર્ષે દેશમાં અંદાજે પ૦-૬૦ લાખ ગુણીનો કેરી ફોરવ‌ર્ડ‌ સ્ટોક રહે તેવી ધારણા છે. પીઠામાં એરંડાનો ભાવ રૂ.૬૬૦થી ઘટશે નહીં અને રૂ.૭૪૦થી વધશે નહીં તેવી ધારણા વેપારીઓ દર્શાવી રહ્યા છે.
જીરુંના વાવેતર પર ભાવનો આધાર
ગુજરાતમાં જીરુંનું વાવેતર કેટલું થાય છે અને ઉતારા કેટલા આવે છે તેના પર ભાવની વધઘટ રહેશે. તેમ છતાં રૂ.૨પ૦૦-૨૬૦૦ના મથાળેથી મોટી મંદીની શક્યતા નથી. તલમાં વિદેશ માગ કેવી રહે છે તે જોવાનું રહેશે.