તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શાળામાં પ્રાર્થના વેળા શિક્ષકને હાથ જોડવા ફરજ ન પાડી શકાય: હાઈકો‌ર્ટ

શાળામાં પ્રાર્થના વેળા શિક્ષકને હાથ જોડવા ફરજ ન પાડી શકાય: હાઈકો‌ર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
અનુદાનિત શાળાઓમાં કરાની પ્રાર્થના ધાર્મિ‌ક હોવાતી અને પ્રાર્થનાઓ કોઈ શિક્ષકને પોતાના ધર્મ સંબંધી વિચારો સાથે સુસંગત કે અનુકુળ ન લાગે તો એ પ્રાર્થના ગવાતી હોય ત્યારે તેમને હાથ જોડવાની ફરજ પાડી ન શકાય’’ એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ વડી અદાલતે આપ્યો હતો. એવી જ રીતે શિક્ષક પુસ્તકમાંની પ્રતિજ્ઞા વાંચતી વેળા હાથ આગળ કર્યા વિના ઊભા રહે તો તેમાં શિસ્તભંગ ગણશે નહીં, એમ પણ અદાલતે જણાવ્યું હતું.જસ્ટીસ રેવતી મોહિ‌તે - ઢેરે તથા ત્યા. અભય ઓકની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો હતો.
... અનુસંધાન પાના નં.૮
બંધારણમાં નાગરિકોને ધર્મ-સંપ્રદાયમાં આસ્થાનું સ્વાતંત્ર્ય તથા વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય લેવાની છૂટ આપી છે. તેથી પ્રાર્થના ગાવા કે વાંચવા અથવા તેના ગાયન-પઠન વેળા હાથ જોડવાની શિક્ષકોને ફરજ પાડી નશકાય. જો એવી ફરજ પડાય તો એ બંધારણમાં અપાયેલા મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે.’’ એમ તેમણે ચુકાદામાં જણાવ્યું હતું.
સાળવેએ અરજીમાં જણાવ્યું હતું કે શાળામાં સાને ગુરુજી રચિત ખરા તો એક ચી ધર્મ, જગાલા પ્રેમ અર્પાવે’ તથા નમસ્કાર માઝા યા જ્ઞાન મંદિરા સત્યમ શિવમ સુંદરા’ એમ બે પ્રાર્થનાઓ ગવાય છે અને એ સાથે ભારત માઝા દેશ આહે’ પ્રતિજ્ઞાનું પઠન કરાય છે. પ્રાર્થના ગવાતી હોય ત્યારે હાથ જોડયા વિના શાંતિથી ઊભો રહીશ. વળી પ્રતિજ્ઞાનું પઠન કરીશ, પણ હાથ આગળ નહીં કરું એમ સાળવેએ કહ્યું હતું.’’ આ પ્રાર્થના ધાર્મિ‌ક છે અને તેમાં દેવની સ્તૂતિ કરાઈ છે. હું એમાં માનતો નથી. બંધારણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય આપ્યું હોવાથી હું નમસ્કાર નહીં કર્યું. અરજદાર બૌધ્ધ ધર્મી હોવાથી તેમની આસ્થા જુદી છે. સાને ગુરૂજીની બીન સાંપ્રદાચિકતા માટે કોઈને શંકા નથી. તેથી આ બે પ્રાર્થનાઓ દ્વારા શાળા ચોક્કસ ધર્મનું શિક્ષણ આપે છે, એમ પણ અમે કહેતા નથી’’, એમ ખંડપીઠે જણાવ્યું હતું.
પ્રાર્થનાઓ અને પ્રતિજ્ઞાઓ બંધારણ અને કાયદા હેઠળ સરકારી ઠરાવ દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમના ભાગરૂપ છે. તેથી તેનું ગાયન-પઠન ચાલતું હોય ત્યારે હાથ ન જોડાય કે હાથ આગળ ન કરાય તો ચાલે. પંરતુ અરજદાર કે અન્ય કોઈ એ તરફ અનાદર દાખવી શકે. રાષ્ટ્રીગીતની બાબતમાં પણ એ રીતે વ્યક્તિ ગાવામાં સામેલ ન થાય અને શાંતિથી ઊભા રહે તો તેમાં રાષ્ટ્રગીતનું અપમાન થતું નથી. તેનું અપમાન કાયદા વિરુદ્ધ છે’’, એમ પણ ખંડપીઠે જણાવ્યું હતું.