તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોટી મારડમાં વીજશોકથી આધેડનું મોત

મોટી મારડમાં વીજશોકથી આધેડનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મોટી મારડ
મોટીમારડ ગામે ધોરાજી રોડ પર આવેલી વાડીના કૂવામાં મોટર ઉતારવા માટે અંદર ઉતરેલા આધેડને બહાર આવતી વખતે લોખંડની રસ્સીના ઢીલા તાર જીઇબીની લાઇનને અડકી જતાં તેને જોરદાર શોક લાગ્યો હતો અને સ્થળ પર જ તેનું મોત થયું હતું.
મોટીમારડના રમણીકભાઇ હીરજીભાઇ કાલરિયા સહિ‌ત પાંચથી છ શખ્સ ઘોડીની મદદથી કૂવામાં મોટર ઉતારવા અંદર ગયા હતા. મોટર ઉતરી ગયા બાદ લોખંડનો રસ્સો સંકેલતી વખતે કૂવા પરથી પસાર થતી જીઇબીની ઇલેવનની લાઇનને અડી જતાં તેમાંથી જોરદાર કરંટ પસાર થયો હતો અને
બધાને શોક લાગ્યો હતો જેમાં રમણીકભાઇ હીરજીભાઇ કાલરિયાનું સ્થળ પર જ મોત
થયું હતું.