તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઠાકોરજીને અન્નકૂટમાં ધરાશે મોં મા પાણી લાવે તેવી મીઠાઇઓ

ઠાકોરજીને અન્નકૂટમાં ધરાશે મોં મા પાણી લાવે તેવી મીઠાઇઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપોત્સવી પર્વે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવાની ધાર્મિ‌ક પ્રણાલી પ્રચલિત છે. પરંતુ અન્નકૂટની સામગ્રી બનાવવા ભાવિકો ખાસ નિયમોનું પાલન કરતા હોય છે. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અન્નકૂટની સામગ્રી બનાવવા અપરસના નિયમનું પાલન થાય છે. ઠાકોરજી માટે અન્નકૂટની સામગ્રી બનાવતા રેણુકાબેન અજમભાઇ ખખ્ખર અને મીનાબેન હિ‌રેનભાઇ ખખ્ખરના જણાવ્યા મુજબ આ વર્ષે અન્નકૂટ માટે મોહનથાળ, મગજના લાડુ, મઠડી, ચુરમાના લાડુ, છૂટી બુંદી, બુંદીના લાડુ, કાજુકતરી, કાજુ મેસુબ, ટોપરાના લાડુ, થોર, ચપરિયા ખાજા, ભોજપુરી ખાજા, સક્કરપારા, દીવડા અને દૂધગટ ((પેંડા)) જેવી અનેકવિધ મીઠાઇઓ બનાવવામાં આવી છે. આ મીઠાઇઓ અપરસમાં બનાવાય છે. અપરસ એટલે કે ઠાકોરજીની સેવા કરવી હોય વતેવા બ્રસંબંધી વૈષ્ણવો સ્નાનવિધિ કરી કોરા વસ્ત્રો પહેરી અલગ રૂમમાં જઇને આ સામગ્રી બનાવે છે. આ સામગ્રી એક ટોકરીમાં અઢી કિલો સમાય તેટલી બનાવાય છે. એક ટોકરીમાં અલગ અલગ પચ્ચીસ સામગ્રી આવે છે. ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે મીઠાઇના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે.