તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવું હોય છેઅજવાળું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તે બાળક હતો. મોટાઈ માટે. તેના બાજુબંધમાં મોટું ગૂમડું થયું હતું. એવું ગૂમડું કે જે જેને એ જમાનામાં થાય ત્યારે ગામમાં એક ઈલાજ કરનાર’ ગરમ લોઢાથી તેને ફોડીને બાળી દેતો હતો. બસ તેની જ સામે બેઠો હતો તે બાળક. દેતવા પર મુકેલો સળિયો લાલચોળ થઈને ધગધગી રહ્યો હતો. પરંતુ ઈલાજ કરનારાની હિંમત નહોતી ચાલતી. કેવી રીતે કરવું? આટલો નાનો છોકરો છે. પીડાથી ગાંડો થઈ જશે. છોકરાએ તો કીધું પણ કોઈ સળિયો ઉપાડી જ ન શક્યા. આંખના પલકારામાં છોકરાએ જ હાથ લંબાવ્યો અને ધગધગતા સળિયાથી ગૂમડું બાળી નાખ્યું. આસપાસ ઊભેલા લોકોનાં તો રૂંવાડા ઊભા થઈ ગયા. પરંતુ છોકરો જરાય વિચલિત ન થયો. લક્ષ્ય સ્પષ્ટ હતું. પૂરું કરવાનું સાહસ પણ હતું. અને પીડા સહન કરવાની ક્ષમતા પણ હતી. પરિણામની પરવા નહોતી.
આ જ તો છે સાચો ઉજાસ!
હા, એ છોકરાનું નામ હતું વલ્લભ...
તેઓ મોટા હતા. લડાયકતા માટે. બારડોલીમાં. તેમને કહેવાયું હતું કે, એક ગામના ગરીબ ખેડૂતો અને ખેતમજૂરોને કચડવામાં આવે છે. બ્રિટિશરો અત્યાચાર કરી રહ્યા છે. મનફાવે તેમ કાયદા બનાવીને તે ગામલોકો પર અનેક ગણો ટેક્સ લાદવામાં આવે છે. બસ, પહોંચી ગયા ગામલોકો પાસે. તેમણે એક શરત મૂકી: લાંબી લડત આપવી પડશે. ગભરાતા નહીં. બધા માની ગયા. ગામને ઘણા ભાગમાં વહેંચ્યું. દરેક જગ્યાએ એક નેતા. કેટલાક સ્વયંસેવક. અને અલગ પ્રકારની લડત શરૂ કરી. પત્ર લખ્યો અંગ્રેજ સાહેબ બહાદુરોને. લખ્યું કે ખોટો વેરો નહીં ભરીએ. એક રાતી પાઈ પણ નહીં. અંગ્રેજ ભડકી ઊઠયા. સિપાહી મોકલ્યા. દમન શરૂ. તેઓ મક્કમ રહ્યા. અંગ્રેજ રઘવાયા થયા. તેમણે ગામની જમીનની હરાજી કરવાનો ઢંઢેરો પીટાવ્યો. તેઓ ગરજ્યા - કે કોઈ હરાજી કરીને તો જુઓ. સત્યાગ્રહ આરંભ. અંગ્રેજોએ બીજો રસ્તો અપનાવ્યો. ગુનાઈત, હિંસક લોકોને ગામમાં ઉપદ્રવ કરવા મોકલ્યા. તેમને પહેલાથી ખબર પડી ગઈ. ગુપ્તચર તંત્ર ગોઠવી રાખ્યું હતું ને એટલે. કુશાગ્ર બુદ્ધિ બતાવીને ગામ ખાલી કરાવી નાખ્યું. ગામલોકોને જંગલમાં મોકલી દીધા. ગુસ્સે થયેલા અંગ્રેજોએ કેટલાક ધનાઢય લોકોને જમીન હરાજીમાં ખરીદવા કહ્યું. તે રૂઆબદાર નેતૃત્વએ ચેતવણી આપી: અન્નનો એક દાણો કે પાણીનું એક ટીપું પણ નહીં મળે અહીંથી. સામાજિક બહિ‌ષ્કાર અલગ કરી દેશે. પાછા ફરીને. છોડો, હરાજી તો આમેય શક્ય જ નથી. ભયભીત થઈને ધનાઢયો જેમ-તેમ કરીને પાછા ફર્યા. આવા સંઘર્ષનો વિજય તો થવાનો જ હતો. ઉદ્દેશ્ય પવિત્ર હોય. કમજોરની સહાયતા હોય. લાંબા સંઘર્ષની તૈયારી હોય. ઉગ્ર વિચાર તો હોય પરંતુ પરોપકાર માટે. અને બુદ્ધિનો સદુપયોગ થાય. આ જ તો છે સાચો ઉજાસ.
... અને આ મોટા હતા વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ.
બીજીતરફ તેઓ નવયુવાન હતા. ખૂબ જ શક્તિશાળી. પરંતુ સંપૂર્ણ પરિપકવ. વિચારોથી. ચિંતનથી. અભ્યાસથી. ખાસ કરીને લેખનથી. ઓછી વયે જો તીવ્ર બુદ્ધિ ઝળકે તો કહેવા કે ઓલ્ડ હેડ ઓન યંગ શોલ્ડ‌ર્સ’. કેમ્બ્રિજથી ભણીને આવ્યા. વિશ્વ દૃષ્ટિ માટે. જલિયાંવાલા બાગ નરસંહાર પછી તો જાણે આંધી-તોફાનની ગતિ આવી ગઈ. લડવામાં. ઝઝૂમવામાં.
પરંતુ મન અત્યંત કોમળ હતું. નૈની અને બરેલી જેલમાં તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો કે કોઈપણ વ્યક્તિ સાથે તેઓ વાત નહીં કરી શકે. એકલા રાખવામાં આવ્યા. અંગ્રેજ જેલર માનતો હતો કે એકલા કરવાથી બધી શક્તિ’ નષ્ટ થઈ જશે. ચિતભ્રમના હુમલા આવવા લાગશે. જેઓ સ્કોલરલી એટિટયૂડ રાખે છે તેઓ કેવી રીતે વિપરીત પરિસ્થિતિનો પણ સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરે છે તે જાણવા મળ્યું. એક કોયલ અહીં આવતી હતી. તે ખૂબ મીઠું ગાતી હતી. શું જોઈને. કેવી મુદ્રા બનાવીને. બરેલીમાં એક સિપાહીએ જેલમાં વાનરના બચ્ચાને પકડી લીધુ તો તેને છોડાવવા માટે એક વૃદ્ધ વાનર કેવી રીતે જીવ સટોસટની જંગ ખેલ્યો. તેના પરથી જ બોધપાઠ લીધો. તેને જ લખી લખીને રાખ્યું. સાચવ્યું. પછી મોકલી દીધું. સાથીઓને. એક વાનર પણ જ્યારે અંગ્રેજ સૈનિકોની પરવા કર્યા વગર પોતાના સાથીના બચ્ચાને બચાવવા માટે તૂટી પડે તો આપણે હાડ-માંસના સશક્ત લોકો શા માટે નહીં?
દરેક ક્ષણે શીખવાનું. દરેક ઘટનાથી પ્રેરણા લેવાની. દરેક પ્રકારનું જ્ઞાન મેળવવાનું અને તેનો ઉપયોગ જીવનમાં કરવાનો. પોતાના જ્ઞાનનો અને બીજાના જ્ઞાનનો પણ.
આ જ તો છે સાચો ઉજાસ.
હા, આ ઉદ્ભટ વિદ્વાન, સ્ટેટ્સમેનનું નામ જવાહરલાલ હતું. પં.જવાહરલાલ નહેરુ.
સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ. બંને આપણા સાચા ઉજાસ. પોતપોતાની રીતે ખાસ.
તેમના વારસા માટે આપણા ટોચના નેતા લડી રહ્યા છે. તેમનો વારસો!? શું એક ક્ષણ માટે પણ, એક પણ વર્તમાન નેતા તેમના વારસાનો ઉત્તરાધિકારી ગણી શકાય?
તેમનો કોઈ વારસો એવો નથી જે કોઈ પણ વ્યક્તિ કોઈનાથી છીનવી શકે. રાખી શકે. છુપાવી શકે. તેમનું સમગ્ર જીવન અનંત સંઘર્ષ, અપાર પ્રેમ અને અનોખા રાષ્ટ્રવાદને સમર્પિ‌ત હતા. તેમનો વારસો માત્રને માત્ર તેમના મહાન સદ્ગુણ છે - જે સામે છે - અને જે ઈચ્છે તે અપનાવી શકે છે. આત્મસાત કરી શકે છે. તે માર્ગે તો ચાલી જ શકે છે.
નહેરુ-પટેલના આ સદ્ગુણોને કોઈ નેતા અપનાવશે, તે અસંભવ છે. પરંતુ આ આપણું કર્તવ્ય છે કે દબાણ કરીને કહીએ કે તેમના થોડાક ગુણ તો અપનાવો.
રાષ્ટ્રીય ગૌરવ, દરેક ભારતીય પાસે છે. વારસો પણ છે. આ જ તો છે ઉજાસ.
દીપાવલીના ઉજાસના પર્વ પર શુભેચ્છાઓ.
તમસોમાં જ્ર્યોતિ‌ગમય..…
((લેખક દૈનિક ભાસ્કર જૂથના નેશનલ એડિટર છે))
આ લેખ અંગે તમારો વિચાર ૯૨૦૦૦૦૧૧૭૪ ઉપર એસએમએસ કરો.
ફેસબુક યુઝર ૃોૂજ્રૂચ્ ્રર્‍ૂૈર્‍ચ્જ્ોૌઘ્ #ગ્ણ્ચ્ખ્ૂ્રૌજ્ક્ પેજ પર જઈને પણ પ્રતિક્રિયા
આપી શકે છે.