તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તળાવમાં નહાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત

તળાવમાં નહાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાવમાં નહાવા પડેલી યુવતીનું ડૂબી જવાથી મોત
ભાસ્કર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તાલુકાના બેડલા ગામે તળાવમાં ડુબી જવાથી કોળી યુવતીનુ મોત નિપજયુ હતુ. બેડલામાં રહેતી કોળી યુવતી હંસાબેન શામજીભાઇ જીંજરીયા ((ઉ.વ.૩૦)) શુક્રવારે સવારે ગામની સીમમાં આવેલા તળાવે કપડા ધોવા ગઇ હતી. અને કપડા ધોયા બાદ કોળી યુવતી તળાવમાં ન્હાવા પડી હતી. જોકે ન્હાતા-ન્હાતા યુવતી ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી. આ અંગેની જાણ થતા ગ્રામજનો દોડી ગયા હતા. અને યુવતીને બેભાન હાલતમાં પાણીની બહાર કાઢી કુવાડવા આરોગ્ય કેન્દ્રખાતે લઇ ગયા હતા. જોકે ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. દિવાળીના તહેવાર પરજ યુવતીના મોતથી જીંજરીયા પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. બનાવ અંગે કુવાડવા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.