• Gujarati News
  • વિ.પ્રવાહની પરીક્ષામાં બ્લુ પ્રિન્ટનો કઇ રીતે કરશો ઉપયોગ

વિ.પ્રવાહની પરીક્ષામાં બ્લુ પ્રિન્ટનો કઇ રીતે કરશો ઉપયોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
આવતીકાલ તા.૧૩થી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઇ રહી છે. જેમાં પ્રથમ દિવસે જ ભૌતિક વિજ્ઞાનનાં પેપરની કસોટી લેવામાં આવનાર છે. ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં સંકળાયેલા સાજીદ સમનાણીએ ભૌતિક વિજ્ઞાન માટેનાં પેપરની એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. તેમણે આ બ્લૂ પ્રિન્ટ વિશે જણાવ્યું હતુ કે, ત્રણ વિભાગમાં આ પ્રિન્ટ તૈયાર કરાઇ છે. જે વિદ્યાર્થીઓને ખૂબજ
ફાયદાકારક નિવડશે.
સ્ટેપ -૧ સૌપ્રથમ એવા પ્રકરણ બ્લૂ પ્રિન્ટમાંથી માર્ક કરો કે જે તમને સંપૂર્ણ આવડે. જે પછી તે બધા પ્રકરણમાં પૂછાવાની શક્યતાવાળા ગુણોનો સરવાળો કરો.
સ્ટેપ : ૨ એવા પ્રકરણ માર્ક કરો કે જેમાં તમને બધું નથી આવડતું. પણ કોઇ વિભાગો એવા છે કે જે સચોટ આવડે છે. તેવા વિભાગોનાં ગુણોનો સરવાળો કરો.
સ્ટેપ : ૩ હવે છેલ્લે મળેલા સરવાળામાં તમારા પસંદગીનાં એક અથવા બે પ્રકરણ એવા ઉમેરો જે તમારે તૈયાર કરવાના બાકી છે. એ દિવસ દરમ્યાન તૈયાર થઇ જાય તેમ છે. હવે સંપૂર્ણ સરવાળામાં છેલ્લે મળેલા જવાબ તમારા પેપરનાં ગુણ છે. જે તમે મેળવવા સક્ષમ છો.
આ પદ્ધતિથી ઓછા આવડતા પ્રકરણ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય. અને પરીક્ષા સમયે ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. વિદ્યાર્થીઓને અમુક બાબતો વિશે કઇ રીતે તૈયારી કરવી તેની પણ સરળતા રહેશે.