• Gujarati News
  • હથિયાર જમા કરાવવામાં કોઇને રસ નથીશહેરમાં ૪૪૮ માંથી માત્ર ૪૨ હથિયાર જમા થયા : લોકસભાની ચૂંટણીને લ

હથિયાર જમા કરાવવામાં કોઇને રસ નથીશહેરમાં ૪૪૮ માંથી માત્ર ૪૨ હથિયાર જમા થયા : લોકસભાની ચૂંટણીને લઇને કલકેટરનું જાહેરનામું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરમણ રામ, ભરત મોરી. જૂનાગઢ
લોકસભાની ચૂંટણીને લઇને જિલ્લામાં પરવાના વાળા હથીયાર જમા કરાવવાનું કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. ચૂંટણી જાહેર થયાને એક સપ્તાહ જેવો સમય થઇ ગયો છે. પરંતુ પરવાના વાળા હથીયાર જમા કરાવવામાં કોઇને રસ દેખાતો ન હોય તેમ જણાઇ રહ્યુ છે. જૂનાગઢમાં પરવાના વાળા ૪૪૮ હથીયાર છે. જેમાંથી માત્ર ૪૨ જ જમા થયા છે. હજુ ૪૦૬ લોકોએ પોતાનાં હથીયારો જમા કરાવ્યા નથી.
જૂનાગઢ જિલ્લામાં લોકસભાની સામાન્ય તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તા. ૩૦ એપ્રિલે યોજાનાર છે. જેની મતગણતરી તા. ૧૬ મેનાં થનાર છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પરવાના વાળા હથિયારો સંબંધિત પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ હુકમ કર્યો છે. જૂનાગઢમાં ચૂંટણી જાહેર થયાને એક સપ્તાહ જેવો સમય થઇ ગયો છે. જમા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢમાં એ, બી, સી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ૪૪૮ પરવાના વાળા હથિયાર નોંધાયેલા છે. આચારસંહિ‌તા બાદ આજ સુધીમાં માત્ર ૪૨ હથિયાર જમા લેવામાં આવ્યા છે. જૂનાગઢમાં હજુ ૪૦૬ લોકો પરવાના વાળા હથિયારો લઇને ફરી રહ્યા છે. તેમને હજુ હથિયાર જમા કરાવવામાં રસ નથી. જેતે પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવતી વેળાએ પરવાનેદારને પહોંચ આપવામાં આવે છે. અને તેના હથિયાર પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે.