• Gujarati News
  • જૂનાગઢમાં મહિ‌લાને પૂર્વ પતિએ છરી ઝીંકી

જૂનાગઢમાં મહિ‌લાને પૂર્વ પતિએ છરી ઝીંકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢમાં ધારાગઢ દરવાજા રોડ વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિ‌લાને તેના પૂર્વ પતિએ છરી ઝીંકી દેતાં સારવારમાં ખસેડાઇ છે. બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા બાદ તેનું મનદુ:ખ રાખી આ હુમલો કર્યો હતો. પોલીસે હુમલાનો ભોગ બનનાર મહિ‌લાની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે. ધારાગઢ દરવાજા રોડ વિસ્તારમાં રહેતી ગામેતી નઝમાબેન જુમાભાઇ તૈયબ ((ઉ.૨પ))નાં લગ્ન અનિશ હાસમ સાથે થયા હતા. બાદમાં બંને વચ્ચે ખટરાગ ઉ¤વતાં છુટાછેડા લઇ લીધા હતા. દરમિયાન આજે બપોરનાં અરસામાં અનિશ હાસમ નઝમાને ઘેર ગયો હતો. અને જૂનું મનદુ:ખ રાખી બોલચાલી કરી હતી. અને ઉશ્કેરાટમાં આવી નઝમાબેનને છરીનાં ઘા ઝીંકી નાસી ગયો હતો. નઝમાબેનને હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. એ-ડિવિઝન પોલીસે તેની ફરિયાદનાં આધારે અનિશ સામે ગુનો નોંધ્યો હતો.