• Gujarati News
  • લોકસભાની ચૂંટણી પાર પાડવા ૮પ૦૦ કર્મચારીઓ તૈનાત

લોકસભાની ચૂંટણી પાર પાડવા ૮પ૦૦ કર્મચારીઓ તૈનાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
લોકસભાની ચૂંટણીને લઇને જૂનાગઢ જિલ્લામાં આચારસંહિ‌તાની ચુસ્ત અમલવારી થાય અને ચૂંટણી કામગીરીમાં કોઇ ચૂક ન રહી જાય તે માટે જિલ્લામાં ૮પ૦૦ અધિકારીઓ અને કર્મચારીઓની ફોજ તૈનાત કરી દેવામાં આવી છે.
તા. પ માર્ચથી જિલ્લાનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ ચૂંટણી તંત્રનાં હવાલે હોઇ તેમની બદલી-બઢતી અને રજા પર બાન મૂકવામાં આવ્યો છે. જિલ્લાનાં ૧૧,પ૦૦ પૈકી ૮,પ૦૦ અધિકારીઓ અને કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાં રોકી દેવામાં આવ્યા છે. જિલ્લામાં આચારસંહિ‌તાનો ચુસ્ત અમલ થાય અને ચૂંટણીની કામગીરીમાં કોઇ ચૂક રહી ન જાય તેમ ચૂંટણી અધિકારી આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું. તેમજ ઉચ્ચતર માધ્યમિક અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જંગલનાં નેસડાઓમાં રહેતા માલધારીઓ, ઉદ્યોગોમાં કામ કરતા કામદારોમાં મતદાન સંબંધી જાગૃતિ આવે તે માટે અસરકારક આયોજન કરવા સંબંધિત નોડલ ઓફીસરોને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અધિક કલેકટર સંજય મોદી, આચારસંહિ‌તાનાં નોડલ ઓફીસર એ.વી. વાઢેર, નાયબ ચૂંટણી અધિકારી એચ. જે. ખાચર હાજર રહ્યા હતા. આ ઉપરાંત લોકસભા વિસ્તારનાં તમામ મતદાન મથકો પરનાં ઇવીએમ મશીનો જૂનાગઢ ખાતે કૃષિ યુનિનાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી આલોકકુમાર પાંડે, એસપી સૌરભ તોલંબિયા, નોડલ ઓફીસરોએ સ્ટ્રોંગરૂમ અને મતગણતરી જ્યાં થવાની છે એ કૃષિ ઇજનેરી કોલેજની મુલાકાત લીધી હતી. અને મતગણતરી કેન્દ્રનાં સંભવિત તમામ પોઇન્ટ નકકી કરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.