તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહાશિવરાત્રિનાં મેળાનાં સૌથી મોટા આકર્ષણ નાગાબાવાનાં સરઘસ વખતેજ બે સંતોની તબિયત લથડી ગઇ હતી. આથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાશિવરાત્રિનાં મેળાનાં સૌથી મોટા આકર્ષણ નાગાબાવાનાં સરઘસ વખતેજ બે સંતોની તબિયત લથડી ગઇ હતી. આથી તેમને તાબડતોબ મનપાનાં ટેન્ટમાં લઇ જવાયા હતા. આજે રાત્રે ૯:૩૦ વાગ્યે ત્રણેય અખાડાઓની રવાડી નીકળી હતી. રવાડી જ્યારે દત્ત ચોકમાંથી પસાર થતી હતી ત્યારે તેમાં જોડાયેલા ગિરનારનાં ૧૦૦ પગથિયે આવેલા મંદિરનાં મહંત મેઘાનંદજી ગુરૂ ગોપાલાનંદજીની તબિયત લથડી હતી. તેમને ચક્કર આવવા લાગ્યા હતા. આથી તેમને પાસેનાંજ મહાનગરપાલિકાનાં ટેન્ટમાં લઇ જવાયા હતા. અને આરામ કરાવાયો હતો. એ વખતે મનપાનાં એક કર્મચારી વિરાટ ઠાકર તાબડતોબ અગ્નિ અખાડા પાસે પુનિત આશ્રમ સંચાલિત મેડિકલ કેમ્પમાંથી ડો. ઉમા સહિ‌તનાં મેડિકલ સ્ટાફને બોલાવી લાવ્યા હતા. જોકે, મેઘાનંદજીને પ્રાથમિક સારવાર મળી જતાં તેમની તબિયત સુધારા પર આવી ગઇ હતી. તેમને ડાયાબિટીસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

મહાશિવરાત્રિનાં મેળાનાં સૌથી મોટા આકર્ષણ નાગાબાવાનાં સરઘસ વખતેજ બે સંતોની તબિયત લથડી ગઇ હતી. આથી તેમને તાબડતોબ મનપાનાં ટેન્ટમાં લઇ જવાયા હતા.

આજે રાત્રે ૯:૩૦ વાગ્યે ત્રણેય અખાડાઓની રવાડી નીકળી હતી. રવાડી જ્યારે દત્ત ચોકમાંથી પસાર થતી હતી ત્યારે તેમાં જોડાયેલા ગિરનારનાં ૧૦૦ પગથિયે આવેલા મંદિરનાં મહંત મેઘાનંદજી ગુરૂ ગોપાલાનંદજીની તબિયત લથડી હતી. તેમને ચક્કર આવવા લાગ્યા હતા. આથી તેમને પાસેનાંજ મહાનગરપાલિકાનાં ટેન્ટમાં લઇ જવાયા હતા. અને આરામ કરાવાયો હતો. એ વખતે મનપાનાં એક કર્મચારી વિરાટ ઠાકર તાબડતોબ અગ્નિ અખાડા પાસે પુનિત આશ્રમ સંચાલિત મેડિકલ કેમ્પમાંથી ડો. ઉમા સહિ‌તનાં મેડિકલ સ્ટાફને બોલાવી લાવ્યા હતા. જોકે, મેઘાનંદજીને પ્રાથમિક સારવાર મળી જતાં તેમની તબિયત સુધારા પર આવી ગઇ હતી. તેમને ડાયાબિટીસ હોઇ સુગર ડાઉન થઇ જતાં ચક્કર આવ્યાનું જાણવા મળ્યું હતું. એજ વખતે અગ્નિ અખાડાનાં સેક્રેટરી અચ્યુતાનંદજીને પણ છાતીમાં કફ જેવી તકલીફ થઇ જતાં તેમને પણ મનપનાં ટેન્ટમાં બેસાડાયા હતા. અને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જોકે, મેઘાનંદજી અને અચ્યુતાનંદજીની તબિયત બગડતાં એક તકે સંતોમાં ચિંતાની લાગણી ફરી વળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો