તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સરઘસ અને શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરઘસ અને શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
મહાશિવરાત્રિનાં મેળામાં આજે ભવનાથમાં હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી પડી હતી. આજે સવારથી લઇને રાત સુધી ભાવિકોની સંખ્યા પાંચ લાખને આંબી ગઇ હતી. રાત્રે નાગાબાવાઓનાં સરઘસ અને શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થયો હતો. આ વખતે મેળામાં દસેક લાખ ભાવિકો આવ્યાનો અંદાજ છે. ગઇકાલે સાંજથીજ ભરડાવાવથી તમામ પ્રકારનાં વાહનોની એન્ટ્રી બંધ કરી દેવાઇ હતી. ભાવિકો સવારથીજ રવાડી જોવા પોતાને અનુકૂળ સ્થાન શોધી તેના પર બેસી ગયા હતા. સાંજ સુધીમાં સરઘસનાં રૂટ ફરતે હકડેઠ્ઠ ભીડ જામી ગઇ હતી.
મહાશિવરાત્રિનો મેળો ગઇકાલે બપોર બાદ તેની પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યો હતો. જોકે, ગઇકાલે સાંજથી ભાવિકોની કતારોમાં વધારો થતાં એસપીએ ગઇકાલથીજ દ્વિચક્રી સહિ‌ત તમામ પ્રકારનાં વાહનો માટે ભરડાવાવથીજ પ્રવેશબંધી ફરમાવી દીધી હતી. ભાવિકોનું આગમન રાત્રે પણ ચાલુજ રહ્યું હતું. લોકો બહારગામથી આવી સીધાજ ભવનાથની વાટ પકડતા હતા. આજે સવારથી આ સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો. નાગાબાવાઓનું સરઘસ જોવા માટે ભાવિકોએ સવારથીજ રૂટ ફરતે પોતપોતાને અનુકૂળ સ્થાન મેળવી લીધું હતું. લોકોએ સવારથીજ જગ્યા રોકી લીધા બાદ ત્યાંજ બેસીને ફરાળ કે કટક-બટક કરી પેટપૂજા કરી હતી. ઇમરજન્સીનાં સમયે પણ લોકો પરિવારજનો કે પોતાનાં ગૃપનાં લોકોને જગ્યા રાખવાનું કહીનેજ ત્યાંથી ઉભા થતા હતા. રાત્રે જૂના અખાડા, આવા અખાડા અને અગ્નિ અખાડામાં સભાપતિઓ, મહામંડલેશ્વરો સહિ‌તનાં વરિષ્ઠ સંતોએ પોતપોતાનાં ઇષ્ટદેવનું પૂજન કર્યું હતું. અને બાદમાં દેવને રવાડીમાં પધરાવી રાત્રે ૯:૩૦ વાગ્યે જય ઘોષ સાથે સરઘસની શરુઆત કરી હતી. સૌપ્રથમ જૂના અખાડાની રવાડી નીકળ્યા બાદ આવા અખાડા અને ત્યારબાદ અગ્નિ અખાડાની રવાડી નીકળી હતી. રવાડીની આગળ ચાલતા સંતો હર હર મહાદેવ, બમ બમ ભોલેનાં નાદ સાથે લાઠીદાવ, તલવારબાજી તેમજ વિવિધ અંગકસરતોનાં ખેલ કરતા હતા. અમુક યોગ નિષ્ણાંત સંતોએ લીંગ સાથે જીપ બાંધીને ખેંચવાનાં હેરતજનક કરતબો બતાવી હિ‌ન્દુ ધર્મનાં રક્ષણ માટેની સેના હજુયે અડીખમ છે એવો સંદેશો ભાવિકોમાં ફેલાવ્યો હતો. સરઘસ ભવનાથ મંદિરની પાછળનાં ભાગેથી નીકળી મંગલનાથની જગ્યા, વડલ ચોક, ગિરનાર રોડ, રૂપાયતન રોડ પર દુધેશ્વરની જગ્યા થઇ પરત વડલી ચોક આવ્યું હતું. અને ત્યાંથી એકપછી એક અખાડાઓ ભવનાથ મંદિરમાં પ્રવેશ્યા હતા. જ્યાં મૃગી કુંડમાં સંતોએ શાહી સ્નાન કરી ભવનાથ દાદાને શીશ ઝૂકાવી બાદમાં પોતાનાં સ્થાને પ્રયાણ કર્યું હતું. એ સાથેજ મેળો પૂર્ણ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો