તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૭ વર્ષથી ભારતમાં ગુમ થયેલા પુત્રને શોધવા ફ્રેન્ચ દંપત્તિ મેળામાં ભટકે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૭ વર્ષથી ભારતમાં ગુમ થયેલા પુત્રને શોધવા ફ્રેન્ચ દંપત્તિ મેળામાં ભટકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અર્જુન ડાંગર. જૂનાગઢ
આશરે ૭૦ વર્ષની ઉમરનું વૃદ્ધ ફ્રેન્ચ દંપત્તિ છેલ્લા ૪ દિવસથી ભવનાથ શિવરાત્રિના મેળામાં આશ્રમો, નાગાબાવાનાં ધૂણા, ઉતારાઓ અને અન્નક્ષેત્રોમાં ભટકે છે. આ દંપત્તિ શિવરાત્રિનો મેળો માણવા નથી આવ્યું. પરંતુ ૭ વર્ષ પૂર્વે વલ્‌ર્ડ‌ સાયકલ ટુર પર નીકળેલા અને મુંબઇથી ગુમ થયેલા પોતાના જુવાનજોધ દીકરાને શોધવા માટે આવ્યું છે. કોઇએ તેને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં તેના પુત્રને શિવરાત્રિના મેળામાં જોયો હતો. બસ, આ એક આશાએ જ આ દંપત્તિ દર દર ભટકીને પુત્રનું મોં જોવા ટળવળી રહ્યું છે. અને દર વર્ષે ૩ થી ૪ માસ ભારત આવે છે.
ફ્રાન્સનાં ર્નોથ ઇસ્ટમાં આવેલા નેન્સીથી આઇટી અને ગ્રાફીક ડીઝાઇનીંગ ક્ષેત્રનો જિયાં બાસ્તિ તાલઉ નામનો ૩૨ વર્ષીય યુવાન જુલાઇ ૨૦૦૭માં સાઇકલ પર બેસીને વલ્‌ર્ડ‌ ટુર પર નીકળ્યો હતો. વિવિધ દેશો બાદ તે ૭ ડિસે.નાં રોજ તે મુંબઇ ઉતર્યો હતો. ત્યાંથી તેનો કોઇ પત્તો નથી. અને તેના માતાપિતાનાં સંપર્કમાં પણ નથી. જે તે વખતે ફ્રાન્સની પોલીસ પણ તેને શોધવા મુંબઇ આવી હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી. ત્યારથી લઇને આજદિન સુધી દિકરાને શોધવા તેના ફ્રાન્સનાં નિવૃત્ત જજ એવા પિતા પીટર તાલઉ અને માતા મેરીક્લેરી પોતાનો પુત્ર ભારતમાં હોવાની આશાએ કેટલાય વખતથી દર દર ભટકી રહ્યા છે. અને દર વર્ષે ૩ થી ૪ માસ ભારત આવે છે. દરમ્યાન મુંબઇમાં એક વ્યક્તિએ તેમના પિતાને માહિ‌તી આપી કે વર્ષ ૨૦૧૨માં તેમનો પુત્ર ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં જોવા મળ્યો હતો. બસ, આજ વાતને લઇને પતિ-પી જૂનાગઢ આવ્યા. છેલ્લા ૨૦ દિવસથી તેઓ ભવનાથ અને જૂનાગઢ શહેરમાં ભટકી રહ્યા છે. અને રસ્તે જે કોઇ મળે તેને પોતાનાં લાપત્તા પુત્ર વિશેની પુછતાછ કરી રહ્યા છે. સીઆરપીએફનાં આસી. કમાન્ડન્ટ વિમલ ચક્રવર્તીએ તેને જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લઇ જઇને પુત્રને શોધવામાં મદદ પણ કરી છે.
વૃદ્ધ દંપત્તિએ દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ધાર્મિ‌ક વૃત્તિનો હતો. અને તેને કોઇ મુશ્કેલી પડી નથીને. ક્યાંય હેરાન થતો નથીને. બસ, એ જાણવા માટેજ અમે તેને શોધીએ છીએ. તેને શોધવા અમે ગમેતે કરવા તૈયાર છીએ.છેલ્લે મુંબઇનાં ગોરેગાંવ વિસ્તારનાં એટીએમમાંથી તેણે રૂપિયા પણ ઉપાડયા હતા. ત્યારબાદ ખાતામાં પૈસા હોવા છત્તાં તેનો ઉપયોગ થયો નથી. અને વર્ષ ૨૦૦૮માં કા‌ર્ડ‌ એક્ષ્પાય‌ર્ડ‌ થઇ ગયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો