તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભવનાથમાં વાહન લઇ જવા બાબતે પીએસઆઇને ફડાકો ઝીંકયોૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથમાં વાહન લઇ જવા બાબતે પીએસઆઇને ફડાકો ઝીંકયોૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.જૂનાગઢ
શિવરાત્રીનાં મેળાનાં ત્રીજા દિવસે રાત્રીનાં સમયે ભરડાવાવથી વાહનોને બંધ કરાયા હતા તે વખતે એક વ્યક્તિએ પોતે કો‌ર્ટનાં કર્મચારી હોવાનું કહી પીએસઆઇ સાથે રકઝક કરી હતી. મામલો ઉગ્ર બનતા ઝપાઝપી કરી પીએસઆઇને ફડાકો ઝીંકી દેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ફરજ પરનાં પીએસઆઇ ડી.બી. શુકલનાં જણાવ્યાં મુજબ શિવરાત્રીનાં ત્રીજા દિવસની સંધ્યાએ ભવનાથ તળેટીમાં ભાવિકોની સંખ્યા વધી ગઇ હોય આ સંખ્યાને ધ્યાને લઇ કલેકટરનાં જાહેરનામાં મુજબ વાહનોને ભરડાવાવથી અંદર લઇ જવા પર ફરમાન જાહેર કરાયું હતું. જેથી ભરડાવાવ ખાતે પોલીસ દ્વારા વાહન પ્રવેશ બંધી કરાઇ હતી. આ દરમિયાન જપન ભરત વ્યાસ રહે.જૂનાગઢ વાળા બળજબરીથી અંદર પ્રવેશ માટે કોશિષ કરી રહયાં હતાં. જેથી ફરજ પરનાં પીએસઆઇ ડી.બી. શુકલએ તેમની પાસે વાહન પાસ માંગતાં જપને જણાવ્યું હતું કે હું વેરાવળ કો‌ર્ટમાં લીગલ એડવાઇજર તરીકે નોકરી કરતો હોઉ મારે પાસ બાસની જરૂર નથી અને બળજબરી કરી ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો અને તેમણે ફડાકો મારી ચશ્મા તોડી નાંખ્યા હતાં. ફરજ પરનાં અન્ય પોલીસે તેમની અટક કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો