તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભવનાથ મહંતની ચાદર વિધીત્રણેય અખાડાનાં સંતો મહંતો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મહંતની ચાદર વિધીત્રણેય અખાડાનાં સંતો-મહંતો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
ભવનાથ મહાદેવ મંદિરમાં તાજેતરમાં જ નવા મહંત તરીકે મોટાપીરબાવા તનસુખગીરીજીની વરણી કરવામાં આવી છે. ત્યારબાદ આજે મહાશિવરાત્રીનાં મેળાનાં બીજા દિવસે તેમની ચાદર વિધી કરવામાં આવી હતી. આ તકે અગ્નિ‌, આવા અને જૂના અખાડાનાં વરિષ્ઠ સંતો-મહંતોએ ઉપસ્થિત રહી તનસુખગીરીજીનું સન્માન કર્યુ હતું. તેમજ ભક્તોએ નવનિયુક્ત મહંતનાં
આશિર્વાદ મેળવ્યા હતા.
જૂનાગઢમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરનું માહાત્મ્ય અનેરૂં છે. આ મંદિરનાં મહંત તરીકે તનસુખગીરીજીની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે શિવરાત્રીનાં મેળાનાં બીજા દિવસે તેમની ચાદરવિધી યોજાઇ હતી. જેમાં ભારત સાધુ સમાજનાં પ્રમુખ મહંત ગોપાલાનંદજી, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી, જૂના અખાડા હરિદ્વારનાં મહંત હરીગીરીજી, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતીજી, મહંત પ્રેમગીરીજી, રમતા પંચનાં મહંત મોહન ભારતી, સોહનગીરીજી મહારાજ, જૂના અખાડાનાં સેક્રેટરી ઉમાશંકર ભારતી, સહિ‌તનાં વરિષ્ઠ સંતોએ તથા મુખ્ય દાતા અરૂણકુમાર મુછાળા સહિ‌તનાં ભક્તોએ મોટાપીરબાવા તનસુખગીરીજીની શાસ્ત્રોક્ત વિધીથી ચાદરવિધી કરી હતી. તેમજ આ તકે મોટી સંખ્યામાં સાધુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો