• Gujarati News
  • સિવીલનું ક્ષય કેન્દ્ર તબીબો ન હોવાનાં કારણે ભગવાન ભરોશે

સિવીલનું ક્ષય કેન્દ્ર તબીબો ન હોવાનાં કારણે ભગવાન ભરોશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
’ દરરોજનાં ૨૦થી ૨પ
દર્દીઓ સારવાર માટે
આવે છે : તબીબો ન
હોવાથી દર્દીઓનાં
સ્વાસ્થ્ય સાથે ચેડા
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કાર્યરત ક્ષય કેન્દ્રમાં જિલ્લામાંથી અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણેક માસથી ક્ષય કેન્દ્ર ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. ક્ષય રોગને અતિશય ગંભીર, સંવેદનશીલ અને જીવલેણ ગણવામાં આવે છે. આ બિમારીની સારવાર માટે જિલ્લાભરમાંથી આવતા લોકોની સારવાર માટે અહીં એક પણ તબીબ નથી.
ક્ષય કેન્દ્રમાં દરરોજ નિદાન કરાવવા માટે જિલ્લામાંથી ૨૦થી ૨પ દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય છે. તેમજ ઘણા એવા દર્દીઓ પણ છે જ નિયમિત સારવાર લેવા આવતા હોય છે. જ્યારે આ ક્ષય કેન્દ્રમાં સારવાર માટે જૂના દર્દીઓ આવે છે તેના જીવન સાથે પણ તબીબો ન હોવાથી ચેડા થઇ રહ્યા છે. ત્યારે કોઇ દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા ક્ષય કેન્દ્રમાં નિયમિત એક તબીબની નિમણૂંક કરવાની લોકોમાંથી માંગ ઉઠી રહી છે. જ્યારે સરકાર દ્વારા જનજાગૃતિનાં અભિયાનો ચલાવવામાં આવે છે. ત્યારે ટી.બી.નાં દર્દીઓને સારવાર મળી રહે તેના માટે મફત નિદાન, સારવાર અને દવાનું વિતરણ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ જૂનાગઢ ક્ષય કેન્દ્રમાં એક પણ તબીબ ન હોવા છતા ટીબીનાં દર્દીઓ ભગવાન ભરોસે સારવાર લઇ રહ્યા છે.
સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ, ક્ષય કેન્દ્રમાં મુખ્ય અધિકારી તરીકે એક જ તબીબ છે. જેની હેઠળમાં આખો જૂનાગઢ જિલ્લો આવે છે. જેઓ વહીવટી કામગીરી પણ કરતા હોય છે. ક્ષય કેન્દ્રમાં એક મેડીકલ ઓફિસર હતા. તેની પણ ગીર-સોમનાથ જિલ્લામાં બદલી થઇ જતા અહીં કોઇ તબીબ રહ્યું નથી. ત્યારે એક જ મુખ્ય અધિકારી તબીબ દ્વારા ક્ષય કેન્દ્રનું ગાડું ગબડી રહ્યું છે.