• Gujarati News
  • ધંધાના મનદુ:ખથી યુવાન પર છરી વડે હુમલો

ધંધાના મનદુ:ખથી યુવાન પર છરી વડે હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
શહેરનાં ચીતાખાના ચોક પાસે આવેલી એક ચાની દુકાન સામે રીક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક રીક્ષા ચાલક યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. યુવાનને છરીના ઘા ઝીંકી દેતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
શહેરનાં મેમણવાડા વિસ્તારમાં રહેતા અનીફ હનીફ જેઠવા ((ઉ. ૧૯)) નામના યુવાન પર ચીતાખાના ચોકમાં આવેલી પટેલ ચાની સામેના રોડ પર મકસુદભાઇ, મહેબુબભાઇ તથા મકસુદભાઇનાં નાનાભાઇ રીક્ષા સ્ટેન્ડે રીક્ષા રાખે છે. અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરે છે. રીક્ષાનાં ધંધા બાબતે તેઓએ અનીફ સાથે ખાર રાખી ગાળાગાળી કરી મહેબુબ અને મકસુદનાં નાનાભાઇએ તેને પકડીને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કર્યો હતો. છરી વડે ઇજા કરતા અનીફને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવો પડયો હતો. આ બનાવ અંગે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય શખ્સો સામે જીપીએ ૧૩પનો ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.