• Gujarati News
  • ફરવા લાયક સ્થળોની હાલત ખરાબ

ફરવા લાયક સ્થળોની હાલત ખરાબ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ ફરવા લાયક સ્થળોની મુલાકાત લેતા હોય છે. ત્યારે જૂનાગઢ શહેરના લોકો અઠવાડિક વ્યસ્તતાની વચ્ચે રવિવારે સમય કાઢીને ભવનાથ રોડ પર આવેલા જિલ્લા પંચાયતનાં આરામ ગૃહ સામે પાર્કિંગ ઝોનમાં પરિવાર સાથે ફરવા આવતા હોય છે. જ્યાં ઘણા સમયથી પ્રવાસીઓને બેસવાનાં બાંકડાઓ તૂટેલી ફુટેલી હાલતમાં છે. તેમજ પાર્કિંગની અંદર આવેલ ડીવાઇડર પર લોકો બેસતા હોય છે. પરંતુ એ પાર્કિંગમાં પણ ઘણા સમયથી સફાઇ ન થઇ હોવાથી પાર્કિંગમાં કચરો ઉડતો હોય છે. જેની સફાઇ પણ તંત્રએ કરાવી ન હોવાથી પ્રવાસીઓ જૂનાગઢની ખરાબ છબી લઇને પરત ફરતા હોય છે.
જૂનાગઢ શહેર ઐતિહાસિક નગર તરીકે જાણીતુ છે. જ્યાં અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમાં ગિરનાર પર્વત જવા માટે દેશ-વિદેશથી લોકો પ્રવાસે આવતા હોય છે. જેનાં માટે ભવનાથ રોડ પર આવેલા જિલ્લા પંચાયતનાં આરામગૃહ સામે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જૂનાગઢવાસીઓ દર શનિ-રવિ તેમજ જાહેર રજાનાં દિવસોમાં ફરવા આવે છે. આવા દિવસોમાં અહીં એક મેળા જેવો માહોલ સર્જા‍તો હોય છે. આ સ્થળે લોકોને બેસવા માટે પાર્કિંગની દિવાલ પર જ બાંકડા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ બાંકડા તેમજ પાર્કિંગની હાલત ખરાબ થઇ ગઇ છે. તંત્રની બેદરકારીનાં લીધે ઘણા સમયથી અહીં સફાઇ તથા તૂટેલા બાકડાઓનું રીપેરીંગ ન કરવામાં આવતા કોઇને અહીં બેસવાનું મન ન થાય એવી સ્થિતી છે.
જૂનાગઢ શહેરનાં મોટી સંખ્યામાં લોકો દર રવિવારે અહીં પરિવાર સાથે ફરવા આવતા હોય છે. અહીં લોકોને બેસવા માટે બાકડાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પરંતુ ઘણા સમયથી તેનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. જેને લીધે ગ્રેનાઇટનાં બાંકડાઓમાંથી લાદી નિકળીને તૂટી ગઇ છે. જ્યારે ઘણા બાંકડાઓમાં તો લાદી નિકળી ગઇ છે. પરંતુ તે ક્યાં ગયા છે તેની કોઇને ખબર પણ નથી. ફરવાલાયક સ્થળો આવી કફોડી હાલતમાં હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ જૂનાગઢ શહેરની મુલાકાતે આવે છે. ત્યારે તેઓ આવી હાલત જોઇને અચરજમાં મૂકાઇ જતા હોય છે. આવી ફરવાલાયક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની નજરમાં જૂનાગઢ શહેરની ખરાબ છબી ઉભી થતી હોય છે.