• Gujarati News
  • ૨૨ બીયુ અને પ૦ સીયુ ઉહઝમાં ખામી નિકળતા બદલાવાયાલોકસભાની સામાન્ય ચૂંટણી માટે સજ્જ થતુ તંત્ર

૨૨ બીયુ અને પ૦ સીયુ ઉહઝમાં ખામી નિકળતા બદલાવાયાલોકસભાની સામાન્ય ચૂંટણી માટે સજ્જ થતુ તંત્ર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ થઇ ગયુ છે. મતદાન આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઇવીએમ ચેક કરવામાં આવ્યા હતા. બેંગ્લોરની કંપનીનાં ઇજનેર દ્વારા ઇવીએમ ચેક કરતાં ૨૨ બીયુ અને પ૦ સીયુ મશીનમાં ખામી દેખાતા તાબડતોબ બદલી નાખવામાં આવ્યા હતા. સામાન્ય ખામી હોઇ કોઇ મુશ્કેલી સર્જા‍ઇ ન હતી.
જૂનાગઢ લોકસભા બેઠક અને વિસાવદર, સોમનાથ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તા. ૩૦ એપ્રિલનાં સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. ચૂંટણીમાં મતદારોને કોઇ અવગડતા ન પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આલોકકુમાર પાંડે અને નાયબ ચૂંટણી અધિકારી એસ. જે. ખાચર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જૂનાગઢ જિલ્લામાં ઓકે થયેલા બેલેટ યુનિટ ૨૨૨૬ અને કન્ટ્રોલ યુનિટ ૧૯૨૯ એટલે કે અનુક્રમે ૧૪૦ અને ૧૨૪ ટકા છે. નિયમ મુજબ ૧૧૦ ટકા ઇવીએમ ફાળવવાનાં હોય છે. જૂનાગઢ જિલ્લામાં કુલ બીયુ અને સીયુ મળી ૧૭૦૯ ઇવીએમ ફાળવવામાં આવ્યા છે. જયારે ગિર - સોમનાથ જિલ્લામાાં બીયુ અને સીયુ મળી કુલ ૧૨૭૮ ઇવીએમની ફાળવણી રેન્ડમાઇઝેશન દ્વારા કરવામાં આવી છે. તેમજ બીએલઓ ૧૬૯૯ અનેમતદાન મથકોનાં ૧૭૩ રૂટ નિયત કરાયા છે. ૧૮૭૮ પ્રિસાઇડીંગ ઓફિસર અને એટલી જ સંખ્યામાં ફર્સ્ટ પોલીંગ ઓફિસર તથા ૯૩૬ પોલીંગ ઓફિસરનુ રેન્ડમાઇઝેશન થયુ છે. મહિ‌લા કર્મચારીઓને મેન્યુઅલી ફરજો અંતર્ગત ફરજ નિયત કરાશે. પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની તકેદારી માટે જૂનાગઢ અને ગિર - સોમનાથ જિલ્લામાં અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકનાં કુલ ૧૦,૮૨,૯૩૦ અને ગિર - સોમનાથ જિલ્લાની ચાર બેઠકના કુલ ૮,૧૬,૮૩પ મતદારો મતદાન કરનાર છે. તેમજ બેંગ્લોરની બેલ કંપની દ્વારા ઇવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમા જૂનાગઢ જિલ્લામાં ૨૨ બીયુ અને પ૦ સીયુ ઇવીએમમાં એરર, લાઇટ ન થતી હોય, બટન દબાતા ન હોય, તેવી સામાન્ય ખામી બહાર આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા તાબડતોબ મશીન બદલવામાં આવ્યા હતા. ખામી વાળા ઇવીએમની જગ્યાએ અન્ય ઇવીએમ મોકલી
દેવામાં આવ્યા હતા.
કર્મીઓએ પોસ્ટલ બેલેટ મેળવી લેવાની છેલ્લી તા. ૨૬ એપ્રિલ
ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોતાના પોસ્ટલ બેલેટ પેપર તા. ૨૬ એપ્રિલ સુધીમાં જૂની કલેકટર કચેરીએથી મેળવી લેવા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીવાસ્તવએ જણાવ્યું હતું.
એક મતદાન મથકમાં બે બોટલ શાહી વપરાશે
જૂનાગઢ લોકસભા બેઠકમાં એક મતદાન મથકમાં ૧૦ થી ૧પ એમએલની બે બોટલ અવિલોપ્ય શાહી જોઇશે. આ રીતે ૪૪૦૮ બોટલ શાહી ચૂંટણીમાં વપરાશે.