• Gujarati News
  • મહુવામાં આવતીકાલથી હરતુ ફરતું પશુ દવાખાનાનો પ્રારંભ

મહુવામાં આવતીકાલથી હરતુ ફરતું પશુ દવાખાનાનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો. ૨પ મે
મહુવા જૈન સંઘ સંચાલીત શ્રી મહુવા પાંજરાપોળ વેટરનરી હોસ્પિટલ સંચાીત હરતા ફરતા પશુ દવાખાનું મહુવા શહેર માટે શરૂ કરવામાં આવેલ છે.
પ.પૂ.પન્યાસપ્રવર ચંદ્રશેખર વિજય મ.સા., પ્રેરીત કરૂણા ફાઉન્ડેશન તથા સુરતના જીવદયા પ્રેમીઓ દ્વારા શ્રી મહુવા પાંજરાપોળ સંચાલીત હરતા ફરતા પશુ દવાખાના માટે મારૂતીવાન ભેટ મળેલ છે.
હરતા ફરતા પશુ દવાખાનાનૂ ઉદ્ધાટન તા.૨૦/પને મંગળવારે પુ.શાસન સમ્રાટ સમુદાયના પ.પૂ.આચાર્ય સોમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય પુ.મુનીરાજ શશીચંદ્ર વિજયજી મ.સા. તથા પૂ.મુનીરાજ સંઘચંદ્ર વિજયજી મ.સા.ની નીશ્રામાં ચીમનલાલ કાળીદાસ દોશી ((સાઘના ચા વાળા)) પરીવાર દ્વારા કરવામાં આવેલ છે. હરતા ફરતા પશુ દવાખાનુ મહુવા શહેર વિસ્તારમાં સવારે ૯ થી રાત્રે ૮ કલાક સુધી રખડતા કોઇપણ પશુ-પક્ષીને કોઇપણ જાતની તકલીફ હોઇતો મો.નં.૯૧પ૭ ૧૦૮ ૧૦૮ ઉપર જાણ કરવાથી ડોકટરની ટીમ સાથે આવી વિના મૂલ્યે સારવાર કરી આપશે. આ યોજનાનો વઘુમાં વઘુ લાભ લેવા મહુવાની જીવદયા પ્રેમી જનતાને મહુવા જૈન સંઘ દ્વારા હાર્દીક અપીલ કરવામાં આવેલ છે.