• Gujarati News
  • વધતી જતી ગરમીને કારણે રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરીૃચ્ ’અંતિમ તબક્કામાં મતદારો સુધી પહોંચવા પક

વધતી જતી ગરમીને કારણે રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરીૃચ્/’અંતિમ તબક્કામાં મતદારો સુધી પહોંચવા પક્ષના અવનવા નુસ્ખા………મતદારોને રીઝવવા માટે ટોપી, ચશ્મા, અગરબત્તી, કિચેઇન બક્કલની લહાણી કરાઇ : પ્રચાર સામગ્રીનો બાળકોમાં ક્રેઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૯ એપ્રિલ
લોકસભાની ચૂંટણી માટે અંતિમ મતદાન પહેલાના અંતિમ તબક્કામાં મતદારોને પક્ષની યાદ અપાવવા અને રીઝવવા માટે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ટોપી, ચશ્મા, અગરબત્તી, કિચેઇન, બક્કલ સહિ‌તની સામગ્રીની લ્હાણી કરવામાં આવી હતી. સામગ્રી વિતરણનો પ્રકાર પણ આ વખતે વ્યાવસાયિક પધ્ધતિથી રાખવામાં આવ્યો હતો.
બુધવારે સમગ્ર દેશમાં ૮૯ બેઠકોની સાથે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે મતદાન યોજાનાર છે. પ્રચાર પડઘમ સોમવારે સાંજે સમાપ્ત થયા બાદ પણ મતદારોને ઉમેદવારો અને રાજકીય પક્ષ દ્વારા રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
એક નવતર પ્રયાસમાં મતદારોને મંગળવારે અખબારની સાથે અગરબત્તીનું નાનુ પેકેટ પણ વિતરીત કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત શેરી, મહોલ્લા અને ગામડાઓમાં પક્ષના સિમ્બોલને મતદારો સુધી સતત જીવંત રાખવા માટે ટોપી, ગોગલ્સ ચશ્મા, કિચેઇન, બક્કલ સહિ‌તની પ્રચાર સામગ્રીઓ વિતરીત કરવામાં આવી હતી. આવી સામગ્રીઓ કાર્યકરો દ્વારા તેઓના માનીતાઓને જ આપવામાં આવતી હોવાની અગાઉની ફરિયાદો બાદ આ વખતે સામગ્રી વિતરણનો વ્યાવસાયિક પ્રકાર અજમાવવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલી ગરમીને કારણે મતદારોને ઘરથી બહાર લાવી અને મતદાન કેન્દ્ર સુધી લઇ જવા માટે રાજકીય પક્ષોના પગે પરસેવો ઉતરવાનો છે. બુધવારે પણ ગરમીનો પારો યથાવત રહેશે તો મતદાન પર તેની અસર થવાની શક્યતા પણ દર્શાવાઇ રહી છે.
ચૂંટણી પંચ અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા મતદાનમાં વધારો કરાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા મતદારોને કઇ રીતે મતદાન મથક સુધી લઇ જઇ શકાય અને મતદાનમાં કઇ રીતે વધારો કરી શકાય તેના માટે મંગળવારે મોડી રાત સુધી માથાપચ્ચી કરવામાં આવી હતી. જો કે મતદારોને મતદાન મથક સુધી લઇ જતા વાહનો પર ચૂંટણી પંચ દ્વારા કડક નજર રાખવામાં આવતી હોવાથી રાજકીય પક્ષો દ્વારા વાહનની વ્યવસ્થાની રણનીતિ બદલવામાં આવશે.