• Gujarati News
  • યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેસ્ટોરન્ટસમાં ડિસ્કાઉન્ટ અપાશે

યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેસ્ટોરન્ટસમાં ડિસ્કાઉન્ટ અપાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૯ એપ્રિલ
લોકસભાની ચૂંટણી અંતગૂત તા.૩૦ એપ્રિલને બુધવારે મતદાન થવાનું છે ત્યારે યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા શહેરમાં મતદાન જાગૃતિ માટે અને ખાસ તો યુવાનોમાં જાગૃતિ વધે તે માટે વોટ ફોર ચેન્જ શરૂ કરી તેમાં શહેરના ૨૦ જેટલા રેસ્ટોરન્ટનો સંપર્ક કરતા આ રેસ્ટોરન્ટમાં તા.૩૦ એપ્રિલને બુધવારે મતદાનના દિવસે મતદાન કર્યુ હોય તેઓને બિલમાં ૧પ ટકાથી ૩૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે.
આવી જ રીતે શહેરમાં કલેકટર કચેરી સામે આવેલા નટવરલાલ એન્ડ સન્સ પેટ્રોલપંપ દ્વારા જે ભાઇઓ-બહેનો મતદાન કર્યાનું આંગળી પરનું ટપકું બતાવશે તેઓને આ પેટ્રોલ પંપ ખાતેથી તા.૩૦ એપ્રિલ અને તા.૧ મે બે દિવસ, રૂા.૧૦૦નું પેટ્રોલ પુરાવનારાને રૂા.૧૦૧નું પેટ્રોલ પુરી અપાશે. આમ, દર એક સેકન્ડે રૈા.૧નું પેટ્રોલ ફ્રીમાં અપાશે.