• Gujarati News
  • શનિવારે શિક્ષણ સત્રના અંતિમ દિવસે અપાશે પરિણામ

શનિવારે શિક્ષણ સત્રના અંતિમ દિવસે અપાશે પરિણામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૯ એપ્રિલ
એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારી આખરી તબક્કામાં છે ત્યારે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.૩ મેને શનિવારે આ શિક્ષણ સત્રના અંતિમ દિવસે પરિણામ આપવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની ૬૭ જેટલી અને જિલ્લા પંચાયત હસ્તકની ૧૧૦૦ જેટલી શાળાઓમાં આ પરિણામ આપવામાં આવશે.
ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની ૧૧૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ધો.૮માં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે. જો કે ધો.૧ અને ધો.૨માં લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી તેમજ પ્રજ્ઞા શાળાઓમાં પણ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. આવું જ મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં પણ છે. હવે વર્ગ બઢતી માટે ગ્રેડ આપવામાં આવે છે. જો કે કેટલીક ખાનગી શાળાઓમાં હજુ ગ્રેડની સાથે ટકાવારી આપવાની વિદ્યાર્થીઓ માટે ભારરૂપ પ્રથા ચાલુ રાખવામાં આવી છે. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ તા.૨ કે તા.૩ના રોજ પરિણામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તા.૩ મેના રોજ શનિવારે પરિણામ આપ્યા બાદ આ જ દિવસ આ શિક્ષણ સત્રનો અંતિમ દિવસ બની રહેશે બાદમાં દર વર્ષની પ્રથા પ્રમાણેના ૩પ દિવસના ઉનાળુ વેકેશનનો આરંભ થશે.