• Gujarati News
  • ...તો હીરાની ચમક વધવા સાથે ભાવનગરની પણ બોલબાલા

...તો હીરાની ચમક વધવા સાથે ભાવનગરની પણ બોલબાલા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિલેશ પ્રજાપતિ))ભાવનગર. ૨૮ એપ્રિલ
ભાવનગરમાં રોજગારી આપતા ઉદ્યોગ ધંધામાં હીરા ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. તો એ પણ હકીકત છે કે, સુરતમાં હીરા ઉદ્યોગની હીલચાલની સિધી અસર ભાવનગરને પડે છે કેમ કે, ભાવનગરને સુરત સાથે હીરા ઉદ્યોગમાં સિધો નાતો જોડાયેલો છે, આવી પરિસ્થિતિમાં સુરત ખાતે વલ્‌ર્ડ‌ કક્ષાના ડાયમંડ માર્કેટની ગતિવીધી ચાલી રહી છે જેના લીધે ભાવનગરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં હર્ષની લાગણી જન્મી છે.સુરત હીરા ઉદ્યોગના અગ્રણીઓના જણાવ્યા મુજબ વલ્‌ર્ડ‌ કલાસની ડાયમંડ માર્કેટ મુંબઇને સ્થળાંતર કરીને સુરત ખસેડવા ગતિવીધી ચાલી રહી છે. જે બાબતે થોડા દિવસ પહેલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોની બેઠક પણ મળી હતી. જેમાં સુરત ખાતે કયાં સ્થળે આ માર્કેટનો વિકાસ કરી શકાય તે બાબતે દરેક પાસાઓનો અભ્યાસ કરાઇ રહ્યો છે.