પાનખરનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતર ખેડી સૂકી ભોમકાને સૂર્યના પ્રખર તાપે તપાવવાનો ધરતી જાયા ખેડૂતનો મનસૂબો પોતાની નરી આંખે જોઈ રહેલા આ અડિખમ વૃક્ષો પોતે પણ પાનખરને આંબી ગયા છે. ખેતરના શેઢે મૂક સાક્ષી બનીને અહીં કેટલીયે ઉથલ-પાથલ તેમણે જોઈ લીધી છે. પાનખરમાં વલભીપુર હાઈવે પર ઊંચાઈ પ્રમાણે ગોઠવેલા વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ કતારની જેમ ઉભેલા વૃક્ષોના પાંદડા ખરી પડયા છે અને ક્યાંક વળી પીળાં ફૂલડાં ય ખિલ્યા છે. આમ પણ પાનખર અને વસંતના આટા-પાટાથી કોણ બચી શક્યું છે, પછી એ ખેતર હોય, વૃક્ષ હોય કે માણસ ?! તસ્વીર : જિજ્ઞેષ ઠાકર