• Gujarati News
  • મહુવામાં શોપીંગ સેન્ટરની મરામત સફાઇના પ્રશ્ને રોષ

મહુવામાં શોપીંગ સેન્ટરની મરામત સફાઇના પ્રશ્ને રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) મહુવા બ્યુરો . ૨૭ એપ્રિલ
મહુવા શહેરમાં આવેલ મહુવા નગર સેવા સદન સંચાલિત શોપીંગ સેન્ટરોની ખખડધજ હાલતથી દુકાનદારો ગળે આવી ગયા છે. સફાઇના અભાવે અહિં ચોતરફ ગંદકીનુ સામ્રાજય છવાયેલુ જોવા મળે છે. આ મામલે આગેવાનો તથા દુકાનદારોના પ્રતિનિધિ મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ.
મહુવા નગર સેવા સદન દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરોમાં ૩૦૦ જેટલી દુકાનો આવેલી છે. આ શોપીંગ સેન્ટરોમાં સફાઇ અને મરામત માટે અનેક વખત મૌખિક તથા લેખીત રજુઆતો કાગળ ઉપર રહી છે. વેરો અને ભાડું ઉઘરાવવામાં પઠાણી ઉઘરાણી કરતા સત્તાધિશો દ્વારા શોપીંગ સેન્ટરોના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોય તમામ દુકાનોની દિવાલો, સ્લેબ, રવેસ જર્જરીત હાલતમાં આવી જતા વેપારીઓ જોખમ નીચે વેપાર ધંધો કરી રહ્યા હોય મહુવાના સામાજિક કાર્યકર ભરતસિંહ વાળા, પ્રતાપભાઇ ગોહિ‌લ, રાઘવભાઇ કાપડીયા તથા ૩૦પ જેટલા દુકાનદારોએ મહુવાના ડે.કલેકટરને આવેનપત્ર પાઠવી મહુવા નગર સેવા સંચાલિત મહાત્મા ગાંધી શોપીંગ સેન્ટર સ્ટેશન રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરોમાં સફાઇ માટે પગલા ભરવા માંગ કરેલ છે.