• Gujarati News
  • દાઝી જવાથી બે મહિ‌લા સહિ‌ત પાંચના અપમૃત્યુ

દાઝી જવાથી બે મહિ‌લા સહિ‌ત પાંચના અપમૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) ભાવનગર. ૨૭ એપ્રિલ
ભાવનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા હતા. જેમાં બે મહિ‌લા, વૃદ્ધા અને યુવાનનો સમાવેશ થાય છે.
શહેરના વાલ્કિમીકવાસ, જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ શામજીભાઈ મકવાણાની નવ માસની પુત્રી ભગવતીને ઘરે કોઈ દવાનો વધુ માત્રામાં ડોઝ દેવાઈ જતા સર ટી. હોસ્પિટલમાં સારવારમાં મોત નિપજ્યું હતું.
મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે રહેતા રાણુબેન રામજીભાઈ બારોટ ((ઉં.વ.પ૩)) ઘરે દાઝી જતા સારવારમાં ભાવનગર ખસેડાયા હતા. જ્યારે રાજુલાના ડુંગર ગામે રહેતા કાદરભાઈ દાહાભાઈના પત્ની ખતીજાબેન ૧લી એપ્રિલે દાઝી જતા સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્ને વ્યક્તિના મોત નિપજ્યા હતાં.
આ ઉપરાંત મહુવા પંથકના ચૂણા છાપરી ગામે ઈલે.શોકથી દાઝી જતાં શિવાભાઈ ભિમાભાઈ બાલદિયા ((ઉં.વ.૩પ)) અને કાતર ગામે રહેતા જયાબેન મનસુખગીરી ગોસાઈ ((ઉં.વ.૪પ)) ઘરે દાઝી જતા મહુવા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કરૂણ મોત નિપજ્યા હતા.