• Gujarati News
  • મતદાન જાગૃતિ માટેની મહારેલીથી મતદારોમાં પ્રસરેલી જાગૃતિ

મતદાન જાગૃતિ માટેની મહારેલીથી મતદારોમાં પ્રસરેલી જાગૃતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૭ એપ્રિલ
ભાવનગર લોકસભા માટે તા.૩૦ એપ્રિલને બુધવારે મતદાન યોજાવાનું છે ત્યારે મતદારોમાં મતદાન માટે જાગૃતિ કેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતુ. તમારૂ મતદાન, લોકતંત્રનો પ્રાણ, અઢાર વર્ષની ઉંમર કરી લીધી પાર, મળ્યો મતનો હવે અધિકાર ના કરીએ તેને બેકાર, વૃદ્ધ હોય યા જુવાન સૌ કરે મતદાન જેવા આકર્ષક અને પ્રેરક સંત્રો સાથે યોજાયેલી આ રેલી શહેરના બે કિલોમીટર જેવા વિસ્તારમાં ફરી હતી. આ રેલીને કલેકટર પી.કે.સોલંકી, ડી.ડી.ઓ.એચ.આર.સુથાર તથા ર્કોપોના ઉચ્ચ અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ અને રેલીએ મતદાન માટે જન જાગૃતિ કેળવી હતી.
આ રેલીમાં બે હજાર જેટલા કર્મચારીઓ, બહેનો, પ્રાધ્યાપકો, શિક્ષકો, સ્કાઉટ ગાઇડના કિશોરો જોડાયા હતા અને બે કિલોમીટરના વિસ્તારમાં વિવિધ સૂત્રો, બેનરો સાથે ફર્યા હતા. આ અવસરે કલેકટર પી.કે.સોલંકીએ હાકલ કરતા જણાવ્યું હતુ કે આ વખતે મતદાન માટે સમય વધાર્યો હોય તેનો લાભ લઇ મતદારો મતદાન કરે તે જરૂરી છે. આ રેલીમાં મ્યુ.નાયબ કમિશનર દીલીપભાઇ દવે, ઝાલાભાઇ, બ્રિજેશ જોષી, વિ. હાજર રહ્યાં હતા. આ રેલી મોતીબાગ, ઘોઘા ગેઇટ, એમ.જી.રોડ, ખાર દરવાજા, મામા કોઠા રોડ, દિવાનપરા, હલુરિયા ચોક, નવાપરા, કાવેરી ર્કોપોરેશન અને ભીડભંજન મહાદેવ થઇ ટાઉનહોલ ખાતે પરત ફરી હતી. આજે ઉનાળાની મહત્તમ ગરમી છતાં આંગણવાડીના બહેનો, આશાવર્કરો, પંચાયત તથા ર્કોપોરેશનના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્કાઉટના કિશોરો વિ. બહોળી સંખ્યામાં જોડાયા હતા.