• Gujarati News
  • વિદેશી ક્રુ શિપ પરથી ઉતરતા સતત અસલામતિ અનુભવે છેૃચ્ ’જીએમબી દ્વારા અલંગમાં શિપના બીચિંગ બાદ ક્ર

વિદેશી ક્રુ શિપ પરથી ઉતરતા સતત અસલામતિ અનુભવે છેૃચ્/’જીએમબી દ્વારા અલંગમાં શિપના બીચિંગ બાદ ક્રુ માટે સલામતીના ઠેકાણા નથી………બીચિંગ બાદ શિપ પરથી જમીન પર આવતા ક્રુને વારંવાર થતા અકસ્માત છતા જીએમબી દ્વારા વ્યવસ્થા કરાતી નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. તા.૮ માર્ચ
અલંગ શિપબ્રેકિંગ યા‌ર્ડ‌માં ભંગાવા માટે આવતા જહાજો બીચ કરાયા બાદ તેના ચાલક દળના સભ્યોને જમીન સુધી આવવામાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક વખત અકસ્માતો થતા હોવા છતા ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ દ્વારા બીચિંગ વખતે સુરક્ષાની કોઇપણ જાતની વ્યવસ્થા કરવામાં આવતી નથી.
ભાવનગર જિલ્લાના અલંગમાં ચાલતો શિપબ્રેકિંગ વ્યવસાય બીચિંગ પધ્ધતિને આધારીત છે, અને જહાજ બીચ થયા બાદ તેના ચાલકદળના સભ્યોને ભરતીના પાણી ઓછા થયા બાદ હોડી, હંગામી વ્યવસ્થાના સહારે કિનારા પર લાવવામાં આવે છે. પરંતુ ખંભાતના અખાતમાં હવે દરિયાઇ કરન્ટને કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.
બુધવારે વહેલી સવારે અલંગના પ્લોટ નં.૧૩માં શિપ થેરેસા પેસિફિક બીચ થયુ હતુ અને સવારે પ.૩૦ કલાકે ભરતીના પાણી થોડા ઓછા થયા બાદ ક્રુ મેમ્બરો હોડી દ્વારા કિનારે આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન થીના માત સો નામના ક્રુ મેમ્બર શિપની સીડી દ્વારા બોટમાં ઉતરી રહ્યા હતા તે દરમિયાન પડી જતા તેઓને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સાંજે તેઓના જમણા પગનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ પાસે અલંગમાં પોતાનું ફાયર બ્રિગેડ છે, સ્ટાફ છે છતા બીચિંગના સમયે ક્રુને સલામત રીતે કિનારે લાવવા માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. વિદેશી ક્રુ મેમ્બરો અલંગના દરિયાના કરન્ટથી બિલકુલ અજાણ હોય છે, અને ક્યારેક જહાજ દૂર બીચ થયુ હોય અને પાણી ઉતરી ગયા હોય ત્યારે હોડી પણ કિનારા સુધી પહોંચી શકે નહીં અને આવા કિસ્સામાં ક્રુ મેમ્બરોને પોતાના સામાન સાથે ગારામાં ચાલીને કિનારે આવવું પડે છે. દરેક પ્લોટમાં કિનારે લોખંડનો ભંગાર ગારામાં ઢબૂરાયેલો હોય છે તેથી ક્રુ મેમ્બરોને ઇજા પહોંચવાના બનાવો વારંવાર બનતા રહે છે.
ક્રુ મેમ્બરો પણ લાંબી મુસાફરી બાદ સ્વગૃહે પરત ફરવાની ઉતાવળમાં હોય છે અને શિપ પરથી હોડીમાં ઉતરવા માટે ઘાંઘા થાય છે. પરિણામે અકસ્માતના બનાવો બને છે. ક્રુ મેમ્બરોને બીચિંગ પહેલા અલંગના દરિયાના કરન્ટ, કિનારા, પ્લોટમાં મોજુદ જોખમ વિશે માહિ‌તગાર કરવા પણ આવશ્યક હોય છે, પરંતુ કોઇ દરકાર લેવામાં આવતી નથી.