સંક્ષિ સમાચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોરમાં શંકરાચાર્યની જન્મ જયંતિની ઉજવણી કરાશે
સિહોર બ્યુરો ૂક્ઘ્; સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવનાં મંદિરે તા.૪/પને રવિવારે સાંજે ૪ કલાકે જગગુરૂ શંકરાચાર્યની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં સંતો-મહંતો વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા દશનામ ગૌસ્વામી મંડળ અને ગૌસ્વામી યુવા ગ્રુપ સિહોર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
મહુવા પંથકમાં કુંડાનું વિતરણ
મહુવા બ્યુરો ૂક્ઘ્; મહુવા તાલુકાની બેડા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવિણભાઇ મકવાણા દ્વારા જીવદયાપ્રેમી અરવિંદભાઇ શાહના સહકારથી તથા કલરવ ગ્રુપ દ્વારા ઉનાળાના પક્ષીઓને પાણી મળી રહે તે માટે મહુવા તાલુકાના બેડા, રોહિ‌શા, માળવાવ, ઓથા, સોડવદરી, આંગણકા, નાના ખુંટવડા, વડલી, ભાદ્રોડ ગામના સીમ અને વાડી વિસ્તારોના બાળકો તથા ખેડૂતો વાલીઓને ૪૦ જેટલા કુંડા વિતરણ તથા ચબુતરા અને અક્ષયપાત્ર દ્વારા અનાજ દાણાનું ચણ મળી રહે તેવું આયોજન કરાયેલ છે.