• Gujarati News
  • મહાપાલિકાને અપડેટ કરવાની જરૂર : કરદાતાઓ ભારે ત્રસ્ત

મહાપાલિકાને અપડેટ કરવાની જરૂર : કરદાતાઓ ભારે ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર. ૨પ એપ્રિલ
મહાનગરપાલિકાના ઘરવેરા સંલગ્ન કામગીરી ખાડે ગઈ હોય તેમ કોમ્પ્યુટરમાં અપડેટ થયેલ ન હોવાથી ગત વર્ષે ૩૦૦ ટકા પ્રમાણે બીલ ભરપાઈ કર્યું હોવા છતાં આ વર્ષે નવું બીલ કઢાવવામાં આવે ત્યારે જુના પ્રમાણે જ બીલ નીકળે છે.
મહાપાલિકા માટે આવક મેળવવાનો આ મહિ‌નો ખૂબજ અગત્યનો છે ત્યારે જ વારંવાર કોમ્પ્યુટરની ખામીને કારણે આવક પર ફટકો પડે છે. આજે સવારે પણ કોમ્પ્યુટરના સર્વર પ્રોબ્લેમને કારણે આવક સ્વિકારી શકાતી ન હતી. જ્યારે કેશબારીઓ તો વધારી છે પરંતુ ચેકની એકજ બારીને કારણે કરદાતાઓને ભારે હાડમારી ભોગવવી પડે છે.
જ્યારે બીજી તરફ કોમ્પ્યુટરના સોફ્ટવેરને કારણે કરદાતાઓ ત્રસ્ત થઈ ગયા છે. અપડેટ નહીં થવાને કારણે ગત વર્ષના બીલના સુધારા-આ વર્ષના બીલમાં અપડેટ જ થતા નથી તદ્દઉપરાંત ગત વર્ષની વાંધા અરજીઓની સુનાવણી થઈ ગઈ હોવા છતાં તેનો કોઈ નિર્ણય થતો નથી. અને બીલ મળ્યા નથી ત્યાં ગત વર્ષથી જ વ્યાજ ચડાવી દેવાય છે. અને ઘણા વિસ્તારો એસેમેન્ટની વંચિત છે ત્યાં તાત્કાલિક એસેસમેન્ટ કરાવી વ્યાજ નહીં લગાવી ૧૦ ટકા રિબેટ આપવું જોઈએ. ચેમ્બરના માનદ્દમંત્રી સુનીલભાઈ વડોદરીયાએ પણ ઘરવેરાના વિવિધ પ્રશ્ને કમિશનરને રજૂઆત કરી છે.