• Gujarati News
  • ૨૯મીએ શ્રમજીવીઓએ કામ ચાલુ રાખવું હિ‌તાવહ

૨૯મીએ શ્રમજીવીઓએ કામ ચાલુ રાખવું હિ‌તાવહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ એપ્રિલ
તા.૩૦ એપ્રિલે ગુજરાતમાં મતદાન છે. આ દિવસે વૈશાખ માસનો આરંભ થાય છે. આગલા દિવસે અમાસ છે. તે દિવસે છૂટક મજૂરી કરતા શ્રમજીવીઓ અણોજો પાળી રજા રાખે છે. ગુજરાતમાં આવા ૧૦ લાખથી ૧પ લાખ લોકો છે. પરંતુ જો આ વખતે અમાસના દિવસે કામ ચાલે રાખવામાં આવે અને બીજા દિવસે ૩૦મીએ મતદાનના દિવસે અણોજો રાખે તો આ શ્રમજીવીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે આથી અણોજો રાખવાના દિવસમાં સમજણપૂર્વક ફેરફાર કરવામાં આવે તો તમામને લાભ છે. આ કામ સત્તાથી નહીં પણ સમજણથી કરવા જેવું છે.