• Gujarati News
  • ૧૯ મેથી જીટીયુ દ્વારા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો થનારો આરંભ

૧૯ મેથી જીટીયુ દ્વારા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો થનારો આરંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ એપ્રિલ
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિ‌ટી((જીટીયુ)) દ્વારા આગામી તા.૧૯ મેથી વિવિધ વિદ્યાશાખાની ઉનાળુ પરીક્ષાના પ્રથમ તબક્કાનો આરંભ થશે. આ પ્રથમ તબક્કામાં ઇજનેરીના ચોથા સેમેસ્ટર ઉપરાંત ફાર્મસી અને એમબીએની પરીક્ષા લેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે.
જીટીયુ દ્વારા ઉનાળુ પરીક્ષાના સમયપત્રકને જાહેર કરી દેવાયું છે. જેમાં તા.૧૯ મેથી આ પરીક્ષાના પ્રથમ તબક્કામાં ડિગ્રી ઇજનેરીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા તા. ૩૦ મે સુધી સેવામાં આવશે. વિવિધ ફેકલ્ટીની પરીક્ષાઓ સવારે ૧૦-૩૦થી બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન લેવામાં આવશે. ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ, વિદ્યાનગર અને શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, સિદસર ખાતેના ભાવિ ઇજનેરો પણ આ પરીક્ષા આપશે.
ફાર્મસીના ચોથા અને આઠમા સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તા.૧૯ મે, ૨૦૧૪થી લેવામાં આવશે. આ બન્ને સેમેસ્ટરની પરીક્ષા તા.૩૧ મે, ૨૦૧૪ સુધી લેવામાં આવશે. ફાર્મસીમાં ચોથા સેમેસ્ટરની પરીક્ષા તા.૧૯ મેથી બપોરના ૨-૩૦થી પ-૩૦ સુધી લેવામાં આવશે જ્યારે ફાર્મસીમાં આઠમા સેમેસ્ટરની પરીક્ષા સવારે ૧૦-૩૦થી બપોરના ૧-૩૦ સુધી લેવામાં આવશે. એમ.ફાર્મ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પણ તા.૧૯ મે, ૨૦૧૪થી લેવામાં આવશે. આ પરીક્ષા ૨૨ મે,૨૦૧૪ સુધી ચાલશે. જેનો પરીક્ષાનો સમય સવારના ૧૦-૩૦થી બપોરના ૧-૩૦ દરમિયાનનો રહેશે. તો ડિપ્લોમા ઇન ફાર્મસી((ડિ.ફાર્મ.)) પી-૨ની પરીક્ષા ૧૯ મે, ૨૦૧૪થી તા.૩૧ મે, ૨૦૧૪ દરમિયાન લેવામાં આવશે. તેના પેપરનો સમય સવારના ૧૦-૩૦થી બપોરના ૧-૩૦ સુધીનો રહેશે.
જીટીયુ દ્વારા સાથોસાથ એમ.બી.એ.ની પરીક્ષા લેવાનું પણ આયોજન ઘડાયું છે. તેના ચોથા સેમેસ્ટરની પરીક્ષા તા.૧૯ મે, ૨૦૧૪થી ૨૬ મે, ૨૦૧૪ સુધી લેવામાં આવશે. જેનો સમય સવારના ૧૦-૩૦થી બપોરના ૧-૩૦ સુધીનો રહેશે.
((બોક્સ હેડિંગ)) સીસીટીવી કેમેરાથી બાજ નજર રખાશે
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિ‌ટી((જીટીયુ)) દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા અંતર્ગત કોલેજોમાં પરીક્ષા ખંડમાં લગાવાયેલ સીસી ટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરીને તેના આધારે કોપી કરનાર વિદ્યાર્થી‍ને પકડીને કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ મે-૨૦૧૪માં લેવામાં આવનારી જીટીયુની પરીક્ષાથી આ બાબતનો અમલ કરાશે તેમ જાણવા મળ્યું છે. કોલેજોમાં હાથ ધરવામાં આવતી પરીક્ષા પદ્ધતિ,શૈક્ષણિક કાર્યવાહી તેમજ અન્ય કાર્યવાહીમાં પારદર્શકતા લાવવાના હેતુસર જીટીયુ તંત્ર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો.