• Gujarati News
  • સંસ્કાર મંડળ પાસે અકસ્માત સર્જા‍તા યુવકનું કરૂણ મોતૃચ્ ’બાઇક સવાર દંપતીને મેજીકે અડફેટે લીધા

સંસ્કાર મંડળ પાસે અકસ્માત સર્જા‍તા યુવકનું કરૂણ મોતૃચ્/’બાઇક સવાર દંપતીને મેજીકે અડફેટે લીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. તા.૧૪ માર્ચ
ભાવનગર શહેરના સંસ્કાર મંડળ પાસે આજે બપોરે મોટર સાઇકલ પર જઇ રહેલ દંપતી સાથે મેજીક રીક્ષા ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા પતિનું કરૂણ મોત નિપજ્યુ હતુ જયારે પત્નીને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિરાણી સ્કૂલની બાજુમાં નારેશ્વર સોસાયટી પ્લોટ નં.૨૭૬૧માં રહેતા ભરવાડ ભરતભાઇ ગોપાલભાઇ મેર ((ઉ.વ.૩પ)) અને તેના પત્ની બાઇક પર બેસી સારવાર અર્થે કોઇ દવાખાને જઇ રહ્યા હતા
ત્યારે સંસ્કાર મંડળથી ભાંગલી ગેઇટ રોડ પર ડો. બાલાણીના દવાખાના પાસે આજે બપોરે ૧૨ કલાકે મેજીક રીક્ષાના ચાલકે બાઇક સાથે ધડાકાભેર રીક્ષા અથડાવતા ભરતભાઇ અને તેમના પત્નીને ગંભીર ઇજા થઇ હતી જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જયા પતી ભરતભાઇનું કરૂણ મોત નિપજ્યુ હતુ, આ ધટનાથી માલધારી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો.