• Gujarati News
  • જય....જય...આદિનાથના નાદ સાથે ૭૦૦૦૦ યાત્રાળુઓએ શત્રુંજયની યાત્રા પૂર્ણ કરી

જય....જય...આદિનાથના નાદ સાથે ૭૦૦૦૦ યાત્રાળુઓએ શત્રુંજયની યાત્રા પૂર્ણ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૧૪.
જગ વિખ્યાત જૈન મહાતર્થિ પાલીતાણા શત્રુંજયની છ ગાઉ ની યાત્રા ફાગણ સુદ તેરસના નિરવિઘ્ને પૂર્ણ થઇ હતી. એક અંદાજ મુજબ ૭૦૦૦૦ તી વધુ યાત્રાળુઓએ આ યાત્રાનો લાભ લીધો હતો.જો કે આ વર્ષે લોકોના અતિશય ઘસારાને કારણે રાત્રીના ૧-૩૦ કલાકે જ યાત્રા શરૂ થઇ ગઇ હતી.અને વહેલી સવારે જ યાત્રા પૂર્ણ કરી લીધી હતી. આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા શરૂ હોવાથી યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દેખાયો હતો.
પાલીતાણા શત્રુંજય મહાતર્થિની છ ગાઉની યાત્રા વર્ષમાં એક જ દિવસ ફાગણ સુદ તેરસ ના દિવસે થાય છે. આ દિવસે જૈન શાસ્ત્ર મુજબ ૮ કરોડ જૈન મુનિઓ શત્રુંજય મહાતર્થિ પર મોક્ષ પામ્યા હતા.તેથી આ ધાર્મિ‌ક કથા અનુસાર છ ગાઉ યાત્રાનું મહત્વ વિશેષ ગણવામાં આવે છે.આ યાત્રામાં માત્ર ગુજરાત જ નહિંં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવે છે. અને ખરા ધોમ ધખતા તાપમાં અને તે પણ ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.કેટલાક તો એવા પણ લોકો આવેછે કે જેમણે મોટરકાર કે વિમાન સિવાય મુસાફરી કરી નથી છતા આ દિવસે ખુલ્લા પગે છ ગાઉની યાત્રા કરે છે.અને પુણ્યનું ભાતુ બાંધે છે.આજની ભાગ-દોડ ભરી જીંદગીમાં પણ જૈન લોકોએ આ પરંપરા જાળવી રાખી છે.
આજની છ ગાઉની યાત્રામાં અંદાજીત ૭૦૦૦૦ જેટલા યાત્રાળુઓએ યાત્રા કર્યાનો અંદાજ છે.દરવર્ષે રાત્રીના ૩-૦૦ વાગ્યા પછી જ યાત્રાનો પ્રારંભ થાય છે પરંતુ આવર્ષે રાત્રીનાં ૧-૧પ થી જ યાત્રાળુઓએ સતત ધસારો કરતાં અને દોરડાની બેરેકો તૂટી જતાં ૧-૩૦ કલાકથી જ લોકોએ યાત્રા શરૂ કરી દીધી હતી.છ ગાઉની યાત્રાના તમામ રસ્તા પર સફાઇ અને તમામ તૂટેલા પગથિયા નેઅગાઉથી જ પેઢી દ્વારા નવા બનાવી દેવાયા હતા.જેથી યાત્રાળુઓને યાત્રા દરમ્યાન કોઇ પરેશાની નડી ન હતી.
છ ગાઉની યાત્રા પૂર્ણ કરી યાત્રાળુઓ આદપુરમાં ઉતર્યા હતા. જયા પ૦ થી વધુ પાલમાં સંધ પૂજન કરવામા આવ્યુ હતુ.યાત્રાળુઓના આરામ માટે સુંદક ડોમ બનાવવામાં આવ્યો હતો જયા સૌ યાત્રાળુઓ માટે આરામની વ્યવસ્થા કરવામા આવી હતી.અને સૌયાત્રાળુઓને ગુલાબ જળ છાંટવામા આવ્યુ હતુ.આ વર્ષે યાત્રાળુઓના પગ ધોઇ સંધ પૂજન ન કરાતા માત્ર લલાટે તીલક કરી સંધ પૂજન કરવામા આવ્યુહતુ.તો ફંડ માટે ઠેકઠેકાણે સ્ટોલો ઉભા કરાય છે. જે આ વર્ષેવ્યવસ્થા તંત્રએ દૂર રાખ્યા હતા.
મુંબઇ મુલુન્ડ અને કચ્છના પાલમાં યાત્રા કરી ઉતરેલા યાત્રાળુઓને એકયુપ્રેશર,વાઇબ્રેન્ડ મશીન,તેલ માલીશ દ્વારા સારવાર આપવામા આવી હતી.મુંબઇના પાલમાં છેક હૈદરકબાદ થી ખાસ ડોકટરની ટીમ યાત્રાળુઓની સેવા માટે પધારેલ અને સુંદર સેવા પુરી પાડી હતી.તો મુંબઇના કાર્યકરો દ્વારા યાત્રાએ આવેલા તમામ લોકોને ડુંગર ઉપર પ્લાસ્ટીકના ઝબલા કે ખાધ સામગ્રી ન લઇ જવી અને ડુંગરની ગરીમા જાળવવા માટે ફોર્મ ભરાવામા આવતા હતા.
છ ગાઉની યાત્રા પૂર્ણ કર્યા બાદ નીચે જૈનોને પૂજા માટે પેઢી દ્વારા પૂજાના કપડા સહિ‌તની વ્યવસ્થા કરાઇ હતી.તો આદપુરમાં ઉભા કરાયેલા ૯૬ પાલમાં ચા,ઉકાળો,કોફી,સાકરપાણી,ફ્રૂટ,દહિં,ઢેબરા,પુરી,લચ્છી,છાશ,ગાંઠીયા,ગુંદી,સેવ,તરબુચ,દ્રાક્ષ જેવી ચીજ-વસ્તુઓની વ્યવસ્થા કરવામા આવી હતી.અને ત્યા યાત્રાળુઓની ભકિત કરવામા આવી હતી.
આ યાત્રા દરમ્યાન ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો ભાવનગર એસ.ટી.તંત્ર દ્વારા પણ બસની સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી.આદપર લામની આજુબાજુના ૩ કી.મી. વિસ્તારમા વાહન પાકીર્ગની વ્યવસ્થા કરાઇ હતી.ઉપરાંત ભાવનગર પ્રાર્થના જૈન યુવક મંડળ,ભાવનગર સદ વિચાર સેવા સમિતિ,રાજેશભાઇ શાહ દ્વારા સતત માઇકમા એનાઉન્સમેન્ટ કરવામા આવ્યુ હતુ.તો આદપર ગામના સરપંચ લીંબાભાઇ કરશનભાઇ મકવાણા તથા મંત્રી કામળીયા બચુભાઇ ની ટીમ દ્વારા સુંદર સેવા પુરી પડાઇ હતી.આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજર મનસુખભાઇ એસ.શાહ તથા ટ્રસ્ટી ગૌરવભાઇ શેઠ દ્વારા પોલીસ સ્ટાફ,મીડીયા,તાલુકા પંચાયત કર્મચારી તથા આદપરના સરપંચ- મંત્રી વગેરેનુ બહુમાન કરવામા આવ્યુ હતુ.